Vande Gujarat News
Breaking News
Narmada (Rajpipla)

૧૯ થી ૨૬ ઓક્ટોબરને સોમવારના રોજ પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ખુલ્લુ રહેશે.

*તમામ પ્રવાસન સ્થળોએ માત્ર અગાઉથી ઓનલાઇન ટિકિટ બુક કરાવેલ પ્રવાસીને જ પ્રવેશ મળશે.
*COVID-19ની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન થશે.
માર્ચ મહિનાથી કોરોનાં મહામારીનાં કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતનાં પ્રવાસન સ્થળો બંધ રખાયા હતા.બાદમાં ઓકટોબર માસથી એક બાદ એક પ્રવાસન સ્થળો COVID19 ની ગાઇડલાઇન સાથે પ્રવાસીઓ માટે ખુલ્લા મુકાયા હતા.
પ્રવાસીઓની માંગણી અને લાગણીને ધ્યાને રાખીને તા. ૧૯/૧૦/૨૦૨૦ અને તા. ૨૬/૧૦/૨૦૨૦,સોમવારનાં સાપ્તાહિક અવકાશને મોકુફ રાખીને પ્રવાસીઓ માટે પ્રવેશ ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.તમામ પ્રવાસન સ્થળોએ COVID19 ની ગાઇડલાઇન મુજબ પ્રવાસીઓની સંખ્યા મર્યાદિત કરવા માટે માત્ર અને માત્ર ઓનલાઇન ટિકિટ બૂક કરાવેલ પ્રવાસીને જ પ્રવેશ અપાશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સમગ્ર દીવસ દરમ્યાન ૨૫૦૦ પ્રવાસીને જ ૫ સ્લોટમાં પ્રવેશ અપાશે.વ્યુઇંગ ગેલેરીમાં સમગ્ર દીવસ દરમ્યાન ૫૦૦ પ્રવાસીઓને જ પ્રવેશ મળશે.અત્રે COVID19 ની ગાઇડલાઇનનું સંપૂર્ણપણે પાલન કરાવવામાં આવી રહ્યુ છે.
ઓનલાઇન ટિકિટ બુકિંગ માટે:-
www.soutickets.in પર log in કરીને તમામ પ્રવાસન સ્થળોની ટિકિટ બૂક કરી શકાશે.
ટિકિટ બુકિંગ સહિતની અન્ય સમસ્યા માટે:-
ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર ૧૮૦૦ ૨૩૩ ૬૬૦૦ પર સંપર્ક કરી શકો છો.

संबंधित पोस्ट

રાજ્યના મુખ્ય ૨૦૭ જળ પરિયોજનાઓમાં ૫૦.૯૨ ટકા જળસંગ્રહ :સરદાર સરોવર પરિયોજનામાં ૫૦.૬૩ ટકા જળસંગ્રહ

Vande Gujarat News

મુસાફરોનો ધસારો જોતા નિર્ણય:કેવડિયા લાઇનના લોકાર્પણ પૂર્વે રૂટ પર 2 ટ્રેનો વધારાઇ, રોજ 1.20 લાખ પ્રવાસી આવવાનો અંદાજ

Vande Gujarat News

આદર્શ ગામની કામગીરીનો ગોરા ગામ નજીક આરંભ : તંત્રએ સેમ્પલ પૂરતું એક મકાન બનાવ્યું.

Vande Gujarat News

આ વર્ષે નર્મદા તેની ભયજન સપાટી ક્રોસ કરે તો નવાઈ નહીં, 1 લાખ ક્યુસેક થઈ આવક, જાણો કેટલી સપાટી વધી

Vande Gujarat News

पर्यटकों के लिए अहमदाबाद और केवडिया के बीच जन शताब्दी ट्रेन 18 जनवरी से शुरू, आधुनिेक सुविधाओं से होगी युक्त

Vande Gujarat News

Coronavirus pandemic: BCCI suspends all domestic tournaments including Irani Cup

Admin