



ભરત ચુડાસમા : રાજ્ય ના સહકાર મંત્રી ઈશ્વર સિંહ પટેલને પત્ર લખી સી.એમ દ્વારા કલ્પસર વિભાગ કાર્યવાહી કરવા જાણ કરી હોવાનું જણાવ્યું : વિભાગ દ્વારા ત્વરિત અસર થી કામગીરી કરાય તેવી સૂચના થી ગ્રામજનોની અને ખેડૂતોની મહામૂલી જમીન ધોવાણ અટકવા ની આશા જીવંત બની.
અંકલેશ્વર ના નર્મદા કાંઠા વિસ્તાર માં થઇ રહેલ જમીન ધોવાણ અટકવા સબંધિત વિભાગ કાર્યવાહી કરવા સી.એમની સૂચના આપવામાં આવી છે. રાજ્ય ના સહકાર મંત્રીને પત્ર લખી સી.એમ દ્વારા કલ્પસર વિભાગ કાર્યવાહી કરવા જાણ કરી હોવાનું જણાવ્યું હતું. વિભાગ દ્વારા ત્વરિત અસર થી કામગીરી કરાય તેવી સૂચના થી ગ્રામજનો જમીન ધોવાણ અટકવા ની આશા જીવંત બની છે.
નર્મદા નદી માં આવેલ પૂર માં અંકલેશ્વર નર્મદા કાંઠા વિસ્તાર માં ગોલ્ડન બ્રિજ થી લઇ કોયલી -ધંતુરીયા સુધી માં હજારો એકર જમીનનું ચાલુ વર્ષે ધોવાણ થયું છે. એટલુંજ નાની બોરભાઠા બેટ પાસે 5 વર્ષ પૂર્વે બનાવેલ ગેબીયન વોલ ના પથ્થરો પણ જમીન માં ગરક થઇ જતા ત્યાં ફરી જમીન ધોવાણ શરૂ થયું છે. જે ને લઇ બોરભાઠા ગામ ના અસ્થિત્વ સામે ખતરો ઉભો થયો છે તો સરફુદ્દીન ગામ તરફ જતા માર્ગ પર અલ્લુ વિસ્તાર માં પણ પથ્થરો ની ગેબીયન વોલ તૂટી જતા રોડ સુધી ધોવાણ આવી ગયું છે જે ગામ ને ગમેત્યારે માર્ગ વ્યવહાર થી વિખૂટું પાડી શકે છે. આ અંગે સ્થાનિક ખેડૂતો ની રજુઆત ને લઇ રાજ્ય ના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલએ રાજ્ય ના સી.એમ ને લેખિત રજૂઆત કરી હતી. જે અંગે વંદે ગુજરાત ન્યૂઝ ને મળતી માહિતી અનુસાર 17 મી ઓક્ટોબર ના રોજ રાજ્ય ના સી.એમ વિજય રૂપાણીએ ભારભૂત બેરેજ યોજના હેઠળ આવતા અંકલેશ્વર તરફ ના ડાબા બાજુના પૂર રક્ષણ પાળા ની કામગીરી વહેલી ટકે પૂર્ણ કરવા બાબતે જરૂરી કાર્યવાહી કરવા સબંધિત વિભાગ ના સચિવ જળસંપત્તિ, નર્મદા, જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ ને તાકીદ કરી કામગીરી ત્વરિત અસર થી કરવા તાકીદ કરી હતી. જે અંગે પત્ર રાજ્ય ના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ ને જાણ કરવા મોકલી આપવામાં આવ્યો હતો. સી.એમ વિજય રૂપાણી દ્વારા જમીન અટકાવા માટે કરવામાં આવેલ તાકીદ થી સ્થાનિક ખેડૂતો ના જમીન ધોવાણ અટકશે તેવી નવી આશાનો સંચાર થયો છે. અને વહેલી ટકે આ કામગીરી શરૂ થાય તેવી આશા સાથે મીટ માંડી છે.