Vande Gujarat News
Breaking News
Breaking NewsGovtGujaratIndiaNarmada (Rajpipla)OtherStatue of Unity

આજે અને 26મીએ સોમવારે પણ પ્રવાસીઓ માટે SOU ખુલ્લું રહેશે

  • 27 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી તમામ પ્રોજેક્ટ બંધ
  • સામાન્ય સંજોગોમાં સોમવારે SOU બંધ રહે છે

    ભરત ચુડાસમા : સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ખુલ્લું મૂક્યાને હજી માત્ર બે દિવસ થયા છે. સામાન્ય સંજોગોમાં મેઈન્ટેનન્સ માટે દર સોમવારે સ્ટેચ્યુ અને તેની આસપાસના પ્રોજેક્ટને પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવતા હોય છે. જોકે, લાંબા સમય બાદ શરૂ થયેલા પ્રવાસન સ્થળને આજે અને આગામી સોમવારે એટલે કે 26 ઓક્ટોબરે પણ પ્રવાસીઓ માટે ખુલ્લું રખાશે. ત્યારબાદ 27 ઓક્ટોબરથી 1 નવેમ્બર દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે અન્ય તમામ પ્રોજેક્ટ પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રથમ દિવસે માત્ર 600 પ્રવાસી આવ્યા હતા. જ્યારે બીજા દિવસે 2000 જેટલા પ્રવાસી નોંધાયા હતા.

    આગામી 31 ઓકટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી માટે વડા પ્રધાન નરેદ્ર મોદી ઉપસ્થિત રહેવાના હોવાથી નર્મદા જિલ્લામાં તૈયારીઓ હાલમાં શરૂ કરી દેવામાં આવી છે. વડાપ્રધાનના કાર્યક્રમને લઈને કેવડિયા વિસ્તારને કોરોના ફ્રી બનાવવાના આશયથી પ્રવાસીઓના આગમન ઉપર આ વિસ્તારમં 6 દિવસ સુધી પ્રતિબંધ લાધવામાં આવશે. માત્ર એટલું જ નહીં પણ આ વિસ્તારમાં ચાલતાં તમામ લારી ગલ્લા અને દુકાનો પણ બંધ રાખવામાં આવશે. સાથે 21 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી જંગલ સફારી પાર્ક, ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક પણ બંધ રાખવામાં આવશે.

संबंधित पोस्ट

ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે મેડીકલ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો

Vande Gujarat News

શહેર પ્રમુખની નબળી કામગીરીથી કોંગ્રેસ મૃતપ્રાય: – કાર્યકારી પ્રમુખ

Vande Gujarat News

खौफ में जी रहा है पाकिस्तान, UAE में बोले कुरैशी- भारत फिर कर सकता है सर्जिकल स्ट्राइक

Vande Gujarat News

PM मोदी आज ‘नेशनल एटॉमिक टाइमस्केल’ का करेंगे लोकार्पण

Vande Gujarat News

कोरोना से मुकाबले के लिए भारत की तारीफ, पीएम मोदी को टैग कर ये बोले WHO चीफ

Vande Gujarat News

संसद भवन की नींव रख बोले मोदी- वो दिन दूर नहीं जब दुनिया कहेगी इंडिया इज़ मदर ऑफ डेमोक्रेसी

Vande Gujarat News