Vande Gujarat News
Breaking News
BharuchBreaking NewsCrimeGujarat

ભરૂચ પોલીસે ટ્રાફિક ડ્રાઇવના એક મહિના દરમ્યાન રૂપિયા 28 લાખથી વધુ દંડની વસૂલાત કરી

  • સૌથી વધુ હેલ્મેટ ન પહેરતા લોકોને ભરૂચ પોલીસે દંડ ફટકાર્યો
  • ટ્રાફિક ડ્રાઈવના કારણે અકસ્માતોના બનાવોમાં ઘટાડો નોંધાયો

ભરૂચ જીલ્લામાં પ્રજાજનોની સલામતીને ધ્યાન રાખી એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમા માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગેર કાયદેસર બનાવો બનતા અટકાવવા ભરૂચ પોલીસ દ્વારા વાહન ચેકીંગની કામગીરી ચાલુ છે. જેના કારણે અકસ્માતના બનાવોમાં પણ ઘટાડો નોંધાયો છે.વર્ષ 2019માં કુલ 590 અકસ્માત નોંધાયા હતા જેમાંથી 270 બનાવોમાં મોત થયા હતા. જયારે તેની સરખામણી આ વર્ષે કુલ સંખ્યા 353 અકસ્માત નોંધાયા હતા જેમાંથી 156 બનાવોમાં મૃત્યુ થયા હતા. પોલીસે એક માસમાં વાહન ચેકીંગની કામગીરી દરમ્યાન હેલ્મેટ વગર વાહન ચલાવનારા 7937, જયારે ચાલુ વાહને મોબાઇલનો ઉપયોગ કરતા 326, લાયસન્સ વગરના 30, વાહનમાં વધુ મુસાફરો બેસાડનારાઓના 687, સીટ બેલ્ટ નહીં પહેનારા 1609, ઓવરલોડ ભરીને જતા વાહનોના કેસો 82, ડાર્ક ફીલ્મ લગાવીને ફરતા વાહનોના 144 ,વાહનના દસ્તાવેજી પુરાવા વગર વાહન ચલાવતા 1147, પુર ઝડપે ગફલત ભરી રીતે બેદરકારી થી વાહનો ચલાવનારાઓના 403, નસો કરેલી હાલમાં વાહન ચાલકો 198, જાહેર માર્ગો ઉપર અડચણ ઉભી કરનારા 161 સામે કેસ નોંધેલા છે. પોલીસે તમામ કેસોમાં રૂપીયા 28,49,200 નો સ્થળ દંડ કરવામાં આવ્યો છે .

 

संबंधित पोस्ट

લગ્નમાં સંબંધ સાચવવા 100 લોકોના ચાર પ્રસંગ, જમણવાર!

Vande Gujarat News

CBSE Board Exam 2021: चार मई से शुरू होंंगी सीबीएसई की परीक्षाएं, 10 जून तक चलेंगी, 15 जुलाई तक रिजल्ट

Vande Gujarat News

ડેડીયાપાડાના ધારાસભ્ય બીટીપી રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાએ લઠ્ઠાકાંડ થયેલ ગામની મુલાકાત લીધી

Vande Gujarat News

દૈનિક કામના કલાકો 12, ફાઈવ-ડે વીક કરવાની કેન્દ્રની વિચારણા – ઊર્જા બચત, પર્યાવરણ સંરક્ષણ હેતુથી

Vande Gujarat News

CIA का सनसनीखेज खुलासा, चीन पर परमाणु हमला करने वाला था रूस!

Vande Gujarat News

राशिफल 27 जुलाई: आज इन राशिवालों को रहना होगा सावधान, संभलकर करें निवेश

Admin