Vande Gujarat News
Breaking News
Breaking NewsDharmGujaratIndiaNarmada (Rajpipla)

419 વર્ષ પૂર્વે ઉજ્જૈનથી હરસિદ્ધિ માતા રાજપીપલા આવ્યાં હતા

રજવાડી નગરીમાં મહારાજ વેરીસાલજી માતાજીને રાજપીપલા લાવ્યાની

ભરત ચુડાસમા : માં શક્તિની આરધનાના પર્વ નવરાત્રીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. નર્મદાના મુખ્ય મથક રાજપીપળામાં આવેલા પ્રસિદ્ધ હરસિદ્ધિ માતાના મંદિરે પણ નવરાત્રીના પહેલા દિવસથી જ ભક્તો દર્શન માટે પ્રતિ વર્ષ ઉમટી પડતું હોય છે પરંતુ આ વખતે કોરોનાને કારણે માત્ર દર્શન અર્થેે મંદિર ખુલ્લું રાખવામાં આવ્યું છે. દૂરથી ભક્તો પગપાળા ચાલીને પણ માતાજીના દર્શન કરવા આવે છે.માતાજીના આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો રાજપીપળા રાજવી નગરી ગણાય છે. આઝદી પહેલાં આ શહેર નાંદોદ તરીકે ઓળખાતુ હતું, આ નાંદોદ પર ગોહિલ વંશના રાજઓનું રાજ્ય હતું. લોક વાયકા પ્રમાણે જેના નામથી વિક્રમ સંવત કહેવાય છે.

તે રાજા વિક્રમાદિત્યના વંશજોએ રાજપીપળામાં રાજ્ય કર્યંુ હતું. તેમના જ વંશજ રાજા વેરીસાલજી મહારાજ ઉજ્જૈનની સાથે રાજપીપળાના પણ ગાદી વારસ હોવાથી ઉજ્જૈન નિવાસી મા હરસિધ્ધિને સાક્ષાત તેમની સાથે વિક્રમ સવઁત 1657 એ આસો માસની અષ્ટમી અને મંગળવારે રાજપીપળા લાવ્યા હોવાની દંતકથા છે. 419 વર્ષ પુરાની આ કથા મુજબ આજે પણ સાક્ષાત મા હરસિધ્ધી ઉજ્જૈન અને રાજપીપળામાં બીરાજે છે. પ્રથમ નવ દિવસ અહીં ભાતીગળ મેળો ભરાય છે. ગરબા થાય છે પરંતુ કોરોનાનેે લઈને આ વર્ષે બંધ રાખ્યો છે.

કોરોનાના કારણે આ વર્ષે ગરબા અને મેળો બંધ રાખ્યા છે
આસો માસના પ્રથમ નવ દિવસ સુધી અહીં ભવ્ય મેળો ભરાય છે. જેમા ગુજરાત સહિત અન્ય પ્રાંતના દર્શનાર્થીઓ ભાગ લે છે. આ મંદિની વિશેષતા એ છે કે, દરેક કાર્ય સિધ્ધ કરનારી મા હરસિધ્ધીનું રાજપીપલા સ્થિત મંદિર બારે માસ 365 દિવસ ખુલે છે. માત્ર રાત્રે 10 વાગે બંધ થાય છે. શ્રર્દ્ધાળુઓ બાધા આખડી પુરી કરવા અહીં આવે છે. દરેક ભકતોની આસ્થાપુરી થતી હોવાનુ શ્રધ્ધાળુઓ કહે છે. આ વર્ષે કોવીડ 19 ની ગાઈડલાઈન પ્રમાણે અમે ગરબા, મેળો બંધ રાખી માત્ર દર્શન માટે મંદિર ખુલ્લું રાખવામાં આવ્યું છે. – સી.એમ.પટેલ,મંત્રી, હિન્દૂ દેવસ્થાન કમિટી, રાજપીપલા

संबंधित पोस्ट

ब्रिटेन : कोरोना के नए प्रकार के कारण यूके में सभी प्रकार के ट्रैवल कॉरिडोर बंद

Vande Gujarat News

बवाल की कहानी, सिपाही की जुबानी… खाकी वर्दी में गोली या लाठी से जबाब देता तो लोग वर्दी को ही बदनाम करते : सिपाही

Vande Gujarat News

એક્સક્લુઝિવ: અમેરિકન ગુજરાતીએ ટ્રક કંપની AMW, Tritonને રૂ.માં હસ્તગત કરી. 400-600 કરોડ

Vande Gujarat News

કૃષિ મહાવિદ્યાલય ભરૂચ ખાતે પોલીટેકનીક ઇન એગ્રીક્રલ્ચરના વિધાર્થીઓ માટે “કેમ્પસ ઇન્ટરવ્યુનુ સફળ આયોજન” કરાયું

Vande Gujarat News

जय श्री राम को लेकर ममता की आपत्ति पर बरसी भाजपा, विहिप ने भी पूछे सवाल

Vande Gujarat News

રાજ્યભરમાં ફાસ્ટેગમાં મિનિમમ બેલેન્સ નહીં હોય તો બમણો ટેક્સ ભરવો પડશે

Vande Gujarat News