



કુશાગ્ર ભટ્ટ : જંબુસર શહેરના એસ.ટી. ડેપો થી ટંકારી ભાગોળ, ડાભા ચોકડી થી એસ.ટી. ડેપો તેમજ પ્લાઝા સર્કલ થી એસ.ટી. ડેપો સુધીના વિસ્તારોમાં ચોમાસાને લઈને રોડ, રસ્તાઓ તદ્દન બિસ્માર હાલતમાં છે. જંબુસર તાલુકા વિસ્તારમાં ઘણી બધી કંપનીઓ તેમજ ઉદ્યોગો, ઈંટોના ભઠ્ઠાઓ પુષ્કળ પ્રમાણમાં આવેલ છે જેના મોટા પ્રમાણમાં ભારદારી વાહનો રાત દિવસ પસાર થાય છે અને મુખ્ય રસ્તાઓ તૂટેલા તેમજ સાંકળા હોવાથી ટ્રાફિકની સમસ્યાઓ ખુબજ ગંભીર છે. ટંકારી ભાગોળથી એસ.ટી. ડેપો સર્કલ સુધી કોરોડો રૂપિયાની ગ્રાન્ટ માંથી બનેલ નવો રોડ છ મહિનામાં જ તૂટી ગયેલ છે. આ ઉપરાંત સફાઈ યોગ્ય રીતે કરવામાં આવતી નથી જેવા આક્ષેપો પણ કૉંગ્રેસ ઘ્વારા લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત આવેદન પત્ર માં જણાવ્યું હતું કે આગામી સમયમાં હિન્દૂ તેમજ મુસ્લિમ ધર્મના ધાર્મિક તેમજ સામાજિક તહેવારો આવતા હોય છતાં પણ જંબુસર અંધારા માં હોય તેમ મોટાભાગના વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં છે.