Vande Gujarat News
Breaking News
Breaking NewsCrimeDefenseGujaratIndiaNationalOtherWorld News

લદ્દાખમાં ભારતીય સેનાના જવાનોએ PLA ના ચીની સૈનિકને ઝડપી પાડ્યો

નવી દિલ્હી: ભારત-ચીન વચ્ચે LAC પર ચાલી રહેલા તનાવ વચ્ચે ભારતીય સેનાના જવાનોએ ચુમાર-ડેમચોક વિસ્તારમાં એક ચીની સૈનિકને ઝડપી પાડ્યો છે. સેનાના સુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, તે ભૂલથી ભારતીય સરહદમાં ઘુસી આવ્યો હોવાનું અનુમાન છે. તેને નક્કી કરેલ પ્રોટોકૉલ અંતર્ગત તમામ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ચીની સેનાને સોંપી દેવામાં આવશે.

આ અંગે ન્યૂઝ એજન્સી ANI અનુસાર, લદ્દાખના ચુમાર-ડેમચોક વિસ્તારમાં સુરક્ષાબળો દ્વારા ચીની સૈનિકને ઝડપી પાડવામાં આવ્યો છે. તેણે ભૂલથી ભારતીય સીમામાં પ્રવેશ કરી લીધો હશે. ANIએ સુત્રો અનુસાર કહ્યું છે કે, નક્કી પ્રક્રિયાનું પાલન કર્યા બાદ તેઓ પ્રોટોકૉલ મુજબ ચીની સેનાને સોંપી દેવામાં આવશે.

સુત્રોનું કહેવું છે કે, ચીની સેનાના છઠ્ઠી મોટરાઈઝ્ડ ઈન્ફૈન્ટ્રી ડિવીઝનના સૈનિકની પૂછપરછ કરી રહી છે કે, શું થે જાસૂસી મિશન માટે આવ્યો હતો કે કેમ? તેની અંગજડતી લેતા તેની પાસેથી સિવિલ અને મિલિટ્રી ડૉક્યુમેન્ટ્સ મળી આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ભારત-ચીન વચ્ચે LAC પર એપ્રિલથી તનાવપૂર્ણ સ્થિતિ યથાવત છે. આ તનાવ જૂનમાં ચરમ પર પહોંચ્યો, જ્યારે ગલવાન ઘાટીમાં બન્ને દેશોના સૈનિકો આમને-સામને આવી ગયા. આ દરમિયાન થયેલી હિંસક અથડામણમાં ભારતના 20 જવાનો શહીદ થઈ ગયા હતા. જ્યારે ચીનને પણ વ્યાપક નુક્સાન થયું હતું. જો કે ચીને ક્યારેય પોતાને થયેલા નુક્સાનનો સત્તાવાર આંકડો જાહેર નથી કર્યો, પરંતુ વિદેશી મીડિયા રિપોર્ટમાં ભારતીય જાંબાજ જવાનોએ ચીનના 40થી વધુ સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

જણાવી દઈએ કે, બન્ને પડોશી દેશો વચ્ચે ચાલી રહેલા તનાવનો ઓછો કરવા માટે સતત કૂટનીતિક અને સૈન્ય સ્તર પર વાતચીત થઈ રહી છે. બન્ને દેશોના વિદેશ મંત્રીઓ પણ થોડા સમય પહેલા જ રશિયાના મૉક્સોમાં સરહદ વિવાદ પર વાતચીત કરી ચૂક્યાં છે. જ્યારે અત્યાર સુધી 7 વખત સેનાના કમાન્ડર સ્તરની વાટાઘાટો ફણ થઈ ચૂકી છે.

એવું માનવામાં આવે છે કે, આઠમાં તબક્કાની વાતચીત આગામી સપ્તાહે થઈ શકે છે. જેમાં પૂર્વ લદ્દાખથી સૈનિકોની વાપસીની પ્રક્રિયા પર વાતચીત આગળ વધારવા પર ધ્યાન આપવામાં આવશે. જ્યાં આવનારા સમયમાં આકરી ઠંડી પડવાની છે.

संबंधित पोस्ट

નર્મદાજી ની આરતી બાદ સંમેલન શરૂ કરતા જ, પોલીસે 30 આગેવાનોની અટકાયત કરી, ભાડભૂત પાસે નર્મદા નદીમાં બનનાર વિયર કમ કોઝવેનો માછીમાર સમાજનો વિરોધ

Vande Gujarat News

अब दिल्ली से देहरादून सिर्फ ढाई घंटे में, वाइल्डलाइफ कॉरीडोर एशिया का सबसे लंबा कॉरीडोर

Vande Gujarat News

તળાજા માં આખલા ઓ નો આંતક યથાવત્ રહેતા લોકો ત્રાહિ મમ

Vande Gujarat News

આ ચોરને પકડીને પોલીસ પણ પસ્તાઇ રહી છે! તેની વાત સાંભળીને તમે પણ ચોક્કસ થશો ભાવુક

Vande Gujarat News

रोंगटे खड़े करने वाला क्रूर अपराध, जिस वजह से 70 साल में पहली बार महिला को मिलेगी सजा-ए-मौत

Vande Gujarat News

ઝઘડિયાના વણાંકપોરની મહિલા સાથે વારંવાર ઝઘડા થતાં, પરીણિતાની ત્રાસ ગુજારતા પતિ સહિત 8 સાસરિયા સામે ફરિયાદ

Vande Gujarat News