



ગાંધીનગર SOG દ્વારા MD ડ્રગ્સ સાથે એક આરોપીની સેક્ટર – વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલ શખ્સ ઋષિલ દવે કારમાં MDMA ની 151 જેટલી ટેબલેટ સાથે મળી આવ્યો હતો. જે અંગે પોલીસે NDPS એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી ઋષિલ દવેની ધરપકડ કરી હતી.
ગાંધીનગર : રાજ્યના પાટનગરના સેક્ટર 2માંથી ખૂબ મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપવામાં આવ્યું છે. MD ડ્રગ્સ સાથે ગાંધીનગર SOG પોલીસે એક શખ્સની ધરપકડ પણ કરી છે. ગાંધીનગર SOG પોલીસે રૂપિયા 7.47 લાખની MD ડ્રગ્સની 151 ટેબ્લેટ જપ્ત કરીને ઋષિક દવે નામના શખ્સની ધરપકડ કરી છે. પોલીસની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે કે જેમાં અમદાવાદમાં મોટેરાના પિયુષ સાલ્વીએ આ મુદ્દામાલ મોકલ્યો હતો. આ ઘટના સંદર્ભે ગાંધીનગર સેક્ટર 7 પોલીસમાં NDPS હેઠળ ગુનો દાખલ થયો છે.
સેક્ટર 2માંથી રંગેહાથે ઝડપાયેલ ઋષિક દવે નામના આરોપી પાસેથી મળેલ કુલ મુદ્દામાલમાં 7,47,500ની કિંમતની ટેબ્લેટ, મોબાઈલ કાર સહિત કુલ 10,55,000નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. મોટેરાના નીહાલ સાલ્વીએ મુદ્દામાલ મોકલ્યો હોવાનું સામે આવતા તેની સામે પણ સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં NDPS હેઠળ ગુનો નોંધાયો છે.