



વિજયસિંહ ચૌહાણ : વરાછા વિસ્તારમાં વાહનવ્યવહારથી જીવંત રહેતા વિનાયક ચોક ઉપર સવારના સુમારે એક માલવાહક આઈસરનું પૈંડુ એકાએક ભુવામાં ગરકાવ થતાં આઇસર ટેમ્પો ફસાઇ ગયો હતો. જેમાં ભરવામાં આવેલા માલસામાનને અન્ય ટ્રકમાં ટ્રાન્સફર કર્યા બાદ ફસાયેલી આઇસર ટ્રકને કાઢવામાં આવી હતી.
શહેરમાં વરસેલા વરસાદને કારણે અત્યારે મોટભાગના રસ્તાઓ પર નાના-મોટા ખાડાઓ પડી ચુકયા છે. જેના લીધે વાહનવ્યવહારને ભાડે અડચણોનો સામનો કરવો પડી રહ્યો છે. વળી, અનેક સ્થળોએ ગટરના ઢાંકણા તુટયા છે. તો કયાંક જોખમી ભુવા રોડ પર પડેલા નજરે પડે છે. દરમિયાન વિનાયક ચોક પર પસાર થયેલ એક આઇસર ટ્રકનુ પાછળનું પૈડું રોડમાં ખુંપી જતાં ત્યાં ફસાઇ ગઇ હતી. ટ્રકને ખાડામાંથી કાઢવામાં પ્રયાસો નિરર્થક રહેતા છેવટે તેમાં ભરવામાં આવેલ માલસામાન બીજા ટ્રકમાં ખાલી કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ આ ટ્રકને ભારે જહેમતથી રોડના ખાડામાંથી કાઢવામાં આવી હતી.