



ભરત ચુડાસમા : ભરૂચ વેલ્ફેર હોસ્પિટલ ખાતે ભરૂચ નગરપાલિકા ના સહયોગ થી ફાયર સેફટી ની ટ્રેનિંગ વેલ્ફેર હોસ્પિટલ સંકુલ માં રાખવા માં આવી..
નગરપાલિકા ના ફાયર સેફટી ઓફિસર શૈલેષ સાશિયા અને તેમની ટિમ દ્વારા કુદરતી આફત અને માનવ સર્જિત આફત કે અકસ્માત વખતે શુ કરવું અને કઈ રીતે પોતાનો તથા અન્ય જનતા અને મિલકત નો બચાવ કરવો તેની માહિતી આપવા માં આવી..
અચાનક આગ લાગે ત્યારે પ્રી કોસન ના ભાગ રૂપે સલામત રહી આગ ને અનુરૂપ ફાયર એક્સટીન્ગ્યુસર ઉપયોગ કરી આગ ને હોલવવા માટે શું કરવું અને કઈ રીતે તેનો ઉપયોગ કરવો તેનું નિદર્શન કરી વેલ્ફેર સ્ટાફ પાસે લાઈવ ડેમો પણ કરાવવા માં આવ્યો..
પુર વખતે ડૂબતા માણસ ને કઈ રીતે બચાવવો અને તાત્કાલિક કેવીરીતે,ઘરગથ્થુ સાધનો નો ઉપયોગ કરી શકાય તેનું પણ લાઈવ નિદર્શન કરવા માં આવ્યું..
ભરૂચ વેલ્ફેર હોસ્પિટલ ના ડોક્ટર્સ, નર્સ, એડમીન સ્ટાફ તથા અન્ય કર્મચારી ઓ એ આ ટ્રેનિંગ માં ભાગ લીધો હતો ..
વેલ્ફેર હોસ્પિટલ ના પ્રમુખ શ્રી તથા ટ્રસ્ટીમંડળ દ્વારા ટ્રેનિંગ આપવા માટે પધારેલ ભરૂચ નગરપાલિકા ના ફાયર ઓફિસર અને તેમની ટિમ નો આભાર માનવા માં આવ્યો..