



સંજય પાગે : વિધાનસભાની પેટાચૂંટણીની તૈયારીઓમાં હવે ઉમેદવારો પણ લાગી ગયા છે, ત્યારે દરેક પાર્ટીના હાઇકમાન્ડ હવે પોતાની પાર્ટીને કેવી રીતે જીતાડવી એની મથામણમાં છે. ત્યારે હવે તકસાધુઓ રાજકીય જશ ખાટવા માટે અને સત્તાની ભૂખ સંતોષવા માટે એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં જોડાઈ છે ત્યારે ચોક્કસથી સત્તાનાં સમીકરણો બદલાય છે.
અને આવું જ કંઈક થયું છે કરજણ વિધાનસભાની પેટાચૂંટણીમાં. કરજણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં આજે વેમાર ગામે રાજ્ય ના મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા જી ની ઉપસ્થિતિમાં વડોદરા જીલ્લા કોંગ્રેસ ના પૂર્વ પ્રમુખ ચંદ્રકાંત ભાઈ પટેલ (સી.ડી પટેલ,બાર ગામ પાટીદાર સમાજના પ્રમુખ અને પૂર્વ જીલ્લા પંચાયત સભ્ય ) આજે ભાજપા નો ખેસ ધારણ કરી ભારતીય જનતા પાર્ટી માં વિધીવત જોડાયા હતા .આ કાર્યક્રમ માં પ્રદેશ મહામંત્રી શ્રી શબ્દશરણ ભાઈ બ્રહ્મભટ્ટ.વિધાનસભા ના દંડક પંકજભાઈ દેસાઈ રાજ્ય ના મંત્રી યોગેશભાઈ પટેલ, જીલ્લા પ્રમુખ દિલુભા ચુડાસમા, સહિત હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
આજે કરજણ તાલુકાના વેમાર ગામે ભાજપા ના ઉમેદવાર અક્ષયભાઈ પટેલ ના સમર્થન માં કોંગ્રેસના આગેવાન અને વડોદરા જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ ,રાજ્યના મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા જી ની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા સીડી પટેલના નામે જાણીતા ચંદ્રકાંત પટેલ પાટીદાર સમાજમાં વર્ચસ્વ ધરાવે છે અને ૧૨ ગામ પાટીદાર ના પ્રમુખ પણ છે. તેઓ પૂર્વ જીલ્લા પંચાયત સભ્ય પણ છે. આ પ્રસંગે મહામંત્રી શ્રી શબ્દશરણ ભાઈ બ્રહ્મભટ્ટ વિધાનસભાના દંડક પંકજભાઈ દેસાઈ રાજ્યના મંત્રી યોગેશભાઈ પટેલ પ્રદેશ જીલ્લા પ્રમુખ દિલુભા ચુડાસમા પૂર્વ ધારાસભ્ય સતિષભાઈ નિશાળીયા ઉપસ્થિત રહ્યા હતા.
આજે વેમાર ગામ યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યના મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ખેડૂતોના ગંધારા સુગર ફેકટરી ના બાકી નિકળતા નાણાં રૂપિયા ૨૫ કરોડ ઘણા સમયથી અટવાયા હતા અને તે રકમ ખેડુતો ને મળતી ન હતી તે રકમ ભારતીય જનતા પાર્ટીની સરકારે ખેડૂતોની ચિંતા કરી ૨૫ કરોડ જેટલી રકમ ચુકતે કરી છે રાજ્ય ની સરકાર સતત ખેડૂતો માટે ચિંતિત છે આજે ગુજરાત નો વિકાસ થઈ રહ્યો છે ગુજરાત માં પ્રજા ની સુખાકારી વધી છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જી જ્યારથી દેશનું સુકાન સંભાળ્યું છે ત્યારથી દેશનો વિકાસ થયો છે કોંગ્રેસના શાસન વખતે જે નર્મદા ડેમના દરવાજા ની મંજુરી ૧૦ વર્ષ થી અપાતી ન હતી તે નર્મદા ડેમ ના દરવાજા બેસાડવાનું કામ માન્ય નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ત્વરિત નિર્ણય કરીને આજે ખેડૂતોની સુખાકારી મા વધારો કર્યો છે. જેનાથી ખેડુતો ને સિંચાઈ માટે પાણીની વ્યવસ્થા મળી રહે છે અને કૃષિ નો વિકાસ થઈ રહ્યો છે. મોદીજી ના નેતૃત્વમાં ત્વરિત નિર્ણયો થયા છે આજે આ નિર્ણયશક્તિ થી કાશ્મીર મા કલમ 370 હટાવી દેવાઈ છે.
ભાજપમાં પ્રવેશ કરનાર ચંદ્રકાંતભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી માં પ્રવેશ મેળવ્યો અને ભાજપના વિચારધારા સાથે જોડાયા છે. તેઓ ગુજરાત ના વિકાસ સાથે જોડાયા છે. માન્ય મોદીજી ના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે . સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી જી ના નેતૃત્વમાં વિસ્વાસ વ્યક્ત કર્યો છે.આજે પ્રજા હિત માટે ભાજપા સરકાર સતત વિકાસ લક્ષી કાર્ય કરી રહ્યા છે. પ્રદેશ મહામંત્રી શ્રી શબ્દશરણ ભાઈ બ્રહ્મભટ્ટ એ પણ આ પ્રસંગે જણાવ્યું હતું કે આજે ભાજપા સરકારે લોકહિત ના નિર્ણય કર્યા છે પ્રજા ના હિત માં નિર્ણય કર્યા છે જેના લીધે આજે કરજણ ની પ્રજા એ ભાજપા માં વિસ્વાસ વ્યક્ત કર્યો છે ખેડુત હોય કે સામાન્ય પ્રજા દરેક ની ચિંતા કરી વિવિધ યોજના ઓ અમલ માં મુકી છે આજે ભાજપાના. ઉમેદવાર અક્ષયભાઇ પટેલ ને જે રીતે કરજણ તાલુકાની જનતા ઠેરઠેર આવકારી રહી છે તેઓ ને સમર્થન આપી રહી છે તે જોતાં ભાજપા ના ઉમેદવાર ની જીત નિશ્ચિત છે.