



નવલી નવરાત્રી દરમ્યાન નારી શક્તિને સન્માનિત કરવાના હેતુ થી ભરૂચ નગર પાલિકાના તમામ મહિલા કર્મી તેજ સફાઈ કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ રોટ્રેક્ટ ક્લબ ઓફ નર્મદાનગરી દ્વારા શક્તિ વંદના કાર્યક્રમ અંતર્ગત ભરૂચ નગરપાલિકાના મહિલા સફાઈ કર્મચારીઓ, મહિલા સેનેટરી ઇન્સપેક્ટર, મહિલા મેલેરિયા ઇન્સપેક્ટર તેમજ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી સુરભીબેન તમાકુવાલાને કોવિડ-19 ના સમયમાં લોકડાઉન દરમ્યાન તેમની સુંદર કામગીરી બદલ તેમનું સન્માન કરાયું હતું. ભરૂચ શહરને સ્વચ્છ, સુંદર અને રળિયામણું રાખવા તેમજ પાલિકા દ્વારા વિવિધ વિકાસલક્ષી કામોને તેની સમય મર્યાદામાં પૂર્ણ કરવા બદલ પાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાળાને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા.
કાર્યક્રમમાં સેનેટરી ચેરમેન શ્રીસતિષભાઈ મિસ્ત્રી, સેક્રેટરી શ્રીમતી કલ્પનાબેન, ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર શ્રીઅજીતભાઈ, ફ્લાયઇંગ ઇન્સપેક્ટર શ્રીરયજીભાઈ, રોટ્રેક્ટ ના પ્રમુખ શ્રીજૈમિન વ્યાસ, ચેરમેન શ્રીદિવ્યજીત ઝાલા,શ્રી નવીનભાઈ,શ્રી નેલ્સન સુતરીયા, શ્રીપૂજાબેન તેમજ રોટ્રેક્ટ ની ટીમ અને સેનેટરી ઇન્સ્પેક્ટર નગરપાલિકાના સભાખંડ માં ઉપસ્થિત રહ્યા.