



ભરૂચ શહેરના પ્રકૃતિના પ્રેમી દંપત્તિ એ પોતાના ઘરમાં જ વન વગડાનું સર્જન કર્યું છે. તેમણે તેમના મકાનમાં અંદાજીત 500 સ્ક્વેર ફુટના એરિયામાં 60 જેટલા આયુર્વેદિક અને 150 જેટલા સુશોભિત રોપાનું વાવેતર કરીને ઘરને વગડો બનાવ્યો છે. ભરૂચના પાંચબત્તી વિસ્તાર નજીક આવેલા અંકુર બગ્લોઝમાં રહેતા પ્રકૃતિના પ્રેમી રોબર્ટ પરમાર અને તેમના પત્ની સવિતા પરમારે પોતાના ઘરમાં વન વગડાંનું સર્જન કર્યું છે. તેઓ 1995 થી વનવગડાનું સર્જન કરી રહ્યા છે. જેમાં ઘરના કંપાઉન્ડમાં જ અંદાજીત 500 જેટલા સ્કવેર ફૂટ એરિયામાં આયુર્વેદિક સહિત રોપાનું વાવેતર કર્યું હતું.
સમય જતાં રોપાઓનો વિસ્તાર વધતા રોબર્ટ પરિવારેએ જગ્યાનું નામકરણ કર્યું અને આ તેમના એરિયાને તેમણે વન વગડો નામ આપ્યું હતું. જેમાં હાલ 60 જેટલા રોપા થયા છે. 120 જેટલા અલગ અલગ વેરાયટીના સુશોભીત રોપાઓનું વાવેતર કર્યું છે. સવિતા પરમારના જણાવ્યા અનુસાર આ વન વગડામાં ઉછરી રહેલા અલભ્ય આયુર્વેદિક રોપાઓમાં પરદેશી ભાંગરો,દૂધી-આયુર્વેદિક રોપાલગાવ્યા છે.
આ રોપા લોકો માટે જડીબુટ્ટીનું કામ કરે છે
મને અને મારા પત્નીને પહેલાથી જ વન વગડાનો ઘણો જ શોખ હતો. પહેલાં અમારી પાસે નાનું ઘર હતું છતાં તેના ધાબા ઉપર માટી પુરાવી રોપાઓનું વાવેતર કર્યું હતું. હવે અમારી પાસે મોટું ઘર છે. અંદાજીત 500 સ્કવેર ફૂટ એરિયામાં આયુર્વેદીક રોપાનું વાવેતર કરીને તેની દેખ રેખ કરી રહ્યાં છે. અમારી પાસેથી ઘણાં લોકો આયુર્વેદિક ઉપચાર માટે રોપા પણ લઇ જાય છે. જે જડીબુટ્ટીનું કામ કરે છે.> રોબર્ટ પરમાર,પર્યાવરણ પ્રેમી,ભરૂચ