



કોરોના મહામારી મારી વર્ષે જ્યાં નવરાત્રી ની પરંપરા તૂટી છે. ત્યારે માઈભક્તો ઘર માજ રહી સોશ્યલ ડિસ્ટસ રાખી માતાજીની આરાધના કરી રહ્યા છે. અંકલેશ્વર માઇ ભક્તો માટેનું આસ્થાનું કેન્દ્ર હાલ શહેર મધ્યમાં આવેલ નંવદુર્ગા મંદિર બનાવ્યું છે. માં અંબાના સ્વરૂપ એવા નવદુર્ગા માતાજી મંદિર જે શહેરમાં મધ્યમમાં બિરાજમાન થઇ ભક્તો પર અસીમ કૃપા વરસાવી રહ્યું છે.
અંકલેશ્વરમાં જેટલા ભગવાન શંકરના મંદિર છે એટલાજ માતાજી ના મંદિરો પણ આવેલા છે નર્મદા કિનારે વસેલ અંકલેશ્વરમાં અનુક પૌરાણિક મંદિર આવેલા છે. જેમાં અંકલેશ્વર શહેરની મધ્યેમાં અંબા નું નવ મુ સ્વરૂપ એટલે માં નવદુર્ગા બિરાજમાન છે. ચોકસી બજાર – ગોયાબજારને જોડાતા પીપળા ખડકીમાં માં નવ દુર્ગાનું મંદિર આવેલ છે.
જેનો એક દરવાજો પીપળા ખડકી સોમનાથ મહાદેવ મંદિર તરફ નીકળે છે. તો બીજો દરવાજો ગોયાબજાર પોલીસ ચોકી પાછળ નીકળે છે. અહીં માં નવ દુર્ગા કેવી રીતે બિરાજમાન થયા તે અંગે હજી પણ મતમંતાર છે. જે પણ મંદિરનું સ્થાપન કરનાર કાયસ્થ સમાજ ની 7 થી વધુ પેઢી થી અહીં માતાજીના જવારાનું સ્થાપન કરી પૂજા અર્ચના કરવામાં આવતી હતી તે બાદ તે પૂજા સાથે અહીં માતાજી ના યંત્રની વિશેષ કાગળ પર દોરી તેની પૂજા કરવામાં આવતી હતી. જેમાં વર્તમાન આધુનિક પેઢી સાથે તાલ થી તાલ મિલાવતા સમાજના દાતાઓ એ અહીં 50 વર્ષ પૂર્વે માતાજીના યંત્ર સાથે માતાજીની અપ્રતિમ મુરતની સ્થાપન કર્યું છે.
7 પેઢીથી અહીં માતાજીના જવારા સ્થાપી ગરબા યોજાય છે
અમારા પરિવારની ચાર પેઢી કરતા પણ જૂનું આ મંદિર હોવાનું જાણવા મળ્યું છે. વડવાઓના જણાવ્યા અનુસાર 6 થી 7 પેઢીથી અહીં માતાજીના જવારાની સ્થાપના સાથે ગરબા યોજાય છે. નવ દુર્ગા ગોત્રના તમામ પરિવારો પોતાના ધાર્મિક પ્રસંગો અહીં જ કરવા આવે છે. કોરોના મહામારીને લઈ નવરાત્રીની ચાલુ વર્ષે પરંપરા તૂટી છે. વડવાઓથી ચાલી આવતી નવરાત્રીના ગરબાની પંરપરા જાળવા માટે સમાજ દ્વારા માતાજી વિધિવત મંદિર ચોગાનમાં સ્થાપન કર્યું છે. > ચંપકભાઈ કાયસ્થ, સમાજ અગ્રણી અને મંદિરના સેવક