



વડોદરાથી વાપી માટે બુલેટ ટ્રેનનો ટ્રેન સ્ટેશન અને બ્રિજ બનાવવા માટેનું દેશનો સૌથી મોટું સિંગલ લાર્જેસ્ટ ટેન્ડર સોમવારે દિલ્હી ખાતે ખોલવામાં આવ્યું હતું. રૂા. 20,000 કરોડના એસ્ટીમેટ સામે રૂા. 24,985 હજાર કરોડનું લોએસ્ટ પ્રાઇસનું એલ એન્ડ ટીનું આવતા તેનેે મળવાની શક્યતા છે. નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા હાલમાં ઇવેલ્યુએશનની ટેકનીકલ કામગીરી શરૂ કરાઈ છે. 15 દિવસમાં ટેન્ડર એલોટ કરી કામગીરી શરૂ કરાશે.
અમદાવાદ -મુંબઈ બુલેટ ટ્રેનના 508 કિલોમીટરના રૂટમાં C-4 તરીકે ઓળખાતા આ ટેન્ડરમાં 237 કિલોમીટરનો રૂટ સમાવાયો છે. જેમાં વડોદરાના મકરપુરાથી વાપી ઝારોલા ગામ સુધી કામગીરી કરવાની રહેશે. સપ્ટેમ્બરમાં થયેલી બીડમાં 3 કંપનીએ ભાગ લીધો હતો. વડોદરામાંથી પસાર થનાર 8 કિલોમીટરના રૂટ માટેના C-5 ટેન્ડર અંગે કામગીરીનું પ્રેઝન્ટેશન સંસદ સમક્ષ રજૂ કરાયું હતું, જે અંગે સાંસદ દ્વારા સ્ટેશન પાસેના લલિતા ટાવરની જગ્યા લઈને આગામી સમયમાં વિકાસ કરવા સૂચન કરાયું હતું.
વડોદરાનું સ્ટેશન વડની ડિઝાઇનનું નહીં બને
નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા વડોદરા ખાતે પ્લેટફોર્મ અને દિશા બદલાયા બાદ પ્લેટફોર્મ નંબર 7 પર બનનાર સ્ટેશન વડની ડિઝાઇનનું બનાવવામાં નહીં આવે. બુલેટ ટ્રેનના સત્તાધીશો મુજબ હાલ એલાયમેન્ટ અને સ્ટેશન ઉપર કામગીરી થઇ રહી છે, પરંતુ રજુ કરેલા પ્રેઝન્ટેશનમાં સ્ટેશનનો આકાર બદલાયો હોવાનું સાંસદ રંજનબહેન ભટ્ટે જણાવ્યું હતું.
એક મહિનામાં કામ શરૂ કરાશે
ટેન્ડર અંગે ટેક્નિકલ કામગીરી પૂરી થયા બાદ આગામી એક મહિનામાં પ્રોજેકટની કામગીરી શરૂ થઈ શકે છે. > સુષ્મા ગૌર, પી.આર.ઓ, એન એચ એસ આર સી એલ
4 સ્ટેશન બનશે
- ભરૂચ, સુરત , બીલીમોરા, વાપી
- સાત સ્ટીલના બ્રીજ બનશે
237 કિ.મી.નો ટ્રેક બનશે
- સુરત ખાતે બુલેટ ટ્રેનનો ડેપો બનશે
- કુલ રૂટના 47% કામગીરી થશે