



ભરૂચના શખ્સનો અનોખો, સિક્કા- વિદેશની પોસ્ટલ ટિકિટોનો સંગ્રહ
ભરૂચમાં રહેતાં અને ધાર્મિક સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલાં સૈયદ બાપુએ છેલ્લાં 47 વર્ષથી જૂના સિક્કાઓ એકત્ર કરવાનો શોખ ધરાવે છે. તેમના પિતા જે તે સમયે લોકોને વિદેશ મોકલવાનું કામ કરતાં હતા. તે સમયે અન્ય દેશમાં જઇને આવતાં તેમના પરિચીતો તેમના માટે જેે તે દેશના જૂના સિક્કા-ભેટ સોગાદો લાવતાં હતાં.
તેમના પિતાએ જે તે વખતેે જૂના સિક્કા નોટો સંગ્રહ કરવાની શરૂઆત કરી હતી. જે બાદ તેમને જોઇને 7 વર્ષની ઉમરથી જ ઝાહીદ રસીદ સૈયદ ઉર્ફે સૈયદ બાપુને પણ સિક્કા, પોસ્ટલ ટીકિટ તેમજ એન્ટીક વસ્તુઓ એકત્ર કરવાનો શોખ શરૂ થયો હતો. આજે તેમની પાસે સેંકડોનો સંખ્યામાં અત્યંત દુર્લભ અને બેનમુન સિક્કાઓનો સંગ્રહ થયો છે. જેમાં કેટલાંક સિક્કાની કિમત લાખોમાં આંકવામાં આવી રહી છે.
કરોડોની કિંમતના સિક્કાઓના સંગ્રહ કર્યો હોવા છતાં હવે તેઓ તેને નિલામ કરવાનું વિચારી રહ્યાં છે. તેઓએ જણાવ્યું હતું કે, ઇંગ્લેન્ડ સહિતના મુલકમાં થતી ઓક્શનની પ્રક્રિયામાં જોડાઇ તેેઓ તેમના કિંમતી સિક્કાઓની નિલામી કરવાની ઇચ્છા ધરાવી રહ્યાં છે. નિલામીમાંથી મળનારી રકમથી તેઓ હોસ્પિટલ શરૂ કરવા માંગે છે.