



જીતની સ્માઈલ… કિંગ્સે સતત 3 મેચ જીતતાં અને પોઈન્ટ્સ ટેબલમાં ટોપ-5માં પહોંચવાની ખુશી પ્રીતિ ઝિન્ટાના ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી
આઈપીએલની 13મી સીઝનનો 38મો મેચ શિખર ધવન, ક્રિસ ગેલ અને નિકોલસ પૂરનની બેટિંગના કારણે રોમાંચથી ભરેલો રહ્યો. દિલ્હી કેપિટલ્સના ઓપનર શિખર ધવને લીગના ઈતિહાસમાં સતત 2 સેન્ચુરી મારનાર પહેલો ખેલાડી બની ગયો. તેને 106 રનની અણનમ ઈનિંગ રમી. તો, કિંગ્સ ઈલેવન પંજાબના ક્રિસ ગેલે 13 બોલ પર 29 રનની ઈનિંગ રમી.
ગેલએ એકલાએ 26 રન તો એક જ ઓવરમાં કર્યા. આ ઓવર ઈનિંગની 5મી અને તુષાર દેશપાંડેની પહેલી ઓવર હતી. ગેલે આ ઓવરમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગા લગાવ્યા. આ સીઝનની પાવર પ્લેની સૌથી મોંઘી ઓવર સાબિત થઈ.
પંજાબના નિકોલસ પુરને 28 બોલમાં 53 રનની ઈનિંગ રમી. જેના કારણે કિંગ્સે દિલ્હીને 5 વિકેટથી હરાવ્યું. પંજાબે સતત ટોપ-3 ટીમોને હરાવીને પોઈન્ટ્સ ટેબલમાં 5માં નંબરે પહોંચી ગઈ છે. આ જીતની ખુશી કિંગ્સની માલકિન પ્રીતિ ઝિન્ટા ચેહરા પર સ્પષ્ટ જોવા મળી હતી.
દિલ્હીના ઓપનર શિખર ધવને આઈપીએલમા 5 હજાર પૂરા કરનાર 5મો ખેલાડી બન્યો. તેની 106 રનની ઈનિંગને પગલે દિલ્હીએ 165 રનનો ટાર્ગેટ આપ્યો હતો