



ભરૂચની ટેક્નિકલ હાઇસ્કૂલમાંથી વયનિવૃત્ત થયેલાં શિક્ષકનું કુદરતી મોત થતાં. તેમના પાર્થિવ દેહને અંતિમ ક્રિયા માટે ભરૂચના દશાશ્વમેઘ ઘાટ ખાતે લાવવામાં આવ્યાં હતાં. જ્યાં તેમની એકમાત્ર પુત્રીએ જ તેમની ઇચ્છા મુજબ તેમના પાર્થિવ દેહને અગ્નિદાહ આપ્યો હતો. ભરૂચની અમીધરા ટાઉનશીપ ખાતે રહેતાં અનેે ટેેક્નિકલ હાઇસ્કૂલમાંથી વય નિવૃત્ત થયેલાં શિક્ષક હરીશ વૈન્કટરામન ઐયરનું કુદરતી રીતે મોત થતાં પરિવારના સભ્યો શોકમાં ગરકાવ થયાં હતાં.
તેમને સંતાનમાં માત્ર એક જ પુત્રી હતી જૈસમા. એેકમાત્ર સંતાન હોઇ પરિવારે તેેને એક પુત્રની જેમ રાખી હતી અને તેને એમએસસીનો અભ્યાસ કરાવ્યો હતો. દરમિયાનમાં હરીશ ઐયરે તેમની પુત્રીને પુત્રની જેમ રાખી હોઇ તેમના મૃત્યુબાદ તેેમની ચિતાને તે જ અગ્નિદાહ આપશેે તેમ જણાવ્યું હતું. અરસામાં તેમનું મોત થતાં તેેમના દેહને ભરૂચ દશાશ્વમેઘ ઘાટ ખાતે લાવવામાં આવ્યાં હતાં. જ્યાં તેમની ચિતાને પુત્રી જૈસમાએ જ અગ્નિદાહ આપી અન્ય ધાર્મિક વિધીઓ પુર્ણ કરી હતી.