



અંકલેશ્વરમાં ત્રણ ગામની સીમાડે ટેકરા ઉપર ટેકરાવાળી મહાકાળી માતા બિરાજ્યા છે. કાંસીયા, સામોર અને અંદાડા ગામના સીમાડે આવેલા પૌરાણિક મંદિરના નર્મદા પુરાણમાં પણ ઉલ્લેખ મળે છે. નર્મદાના કિનારે એક ડેરીના સ્વરૂપમાં મહાકાળી માતા બિરાજમાન હતા. જે બાદ સ્થાનિર ગ્રામજનોએ માતાજીનું ભવ્ય મંદિર બનાવ્યું છે. નવરાત્રીમાં આ મંદિરે દર્શન માટે લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે પરંતુ હાલની કોરોનાને લઈને હાલમાં ઓછી માત્રામાં પ્રવેશ અપાઈ રહ્યો છે.
દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારમાંથી લોકો બાધા આખડી લઈને આ મંદિરે દર્શનાર્થે આવે છે
ટેકરી પર આવેલ મંદિરમાં આજે પણ માતાજી 2 સ્વરૂપે બિરાજે છે. માતાજીની સિંદૂરિયા મૂર્તિ ઉપરાંત ભગવાન શિવ પર પગ મૂકી માતાજીના રોદ્ર રૂપના સ્વરૂપે પણ અહીં છે. મંદિરના ગર્ભગૃહમાં એક તરફ શનિદેવ બિરાજે છે. તો મંદિરના બાજુમાં જ બીજા મંદિરમાં ભવ્ય કાલ ભૈરવ દાદાનું મંદિર આવેલું છે. ટેકરી પર આવેલા ભવ્ય મંદિરમાં આજે પણ હજરો ભાગતો મંગળવારે મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે. અહીં સુરત સહીત દક્ષિણ ગુજરાતમાંથી પણ ભક્તો માનતા પૂર્ણ કરવા આવે છે. > શશીકાંત પરમાર, મંદિરનો જીર્ણેધ્ધર કરાવનાર
નર્મદા કિનારે એક સમયે વસેલા કાંસીયા, સામોર અને અંદાડા ગામના સીમાડે મહાકાળી માતાજીનું ડેરી સ્વરૂપે મંદિર આવેલું હતું. જેની સેવા ભક્તિ અહીં ઢોર ઢાંખર ચરાવતા પશુપાલોકો કરતા હતા. ત્યારબાદ આહીર સમાજના લોકો માતાજીની આરાધના કરતા હતા. જે આજે પણ યાથવત છે. આ મંદિર વર્ષો પૂર્વે ટેકરી પર હતું. જ્યાં પૂજા કરતા મહંતની 18 વર્ષ પૂર્વે હત્યા થઈ હતી. ત્યારબાદ મંદિર નોંધારું બન્યું હતું. જેને અંદાડા ગામના શશીકાંત પરમારે દાતાઓની મદદથી ફરી જીર્ણોધ્ધાર કરાવ્યો હતો.