



ભરૂચ જિલ્લામા જો ક્યાય સારા ગરબા થતા હોઇ તો એ પટેલ સોસાયટી, જે પ્રતિ વર્ષ ગરબા માટે વખણાય છે. પરંતુ આ વખતે કોરોના કાળમાં નવરાત્રીના આયોજનમા કોરોના વાયરસ વિલન બન્યો છે ત્યારે માતાની આરતીની પરંપરા ન તૂટે તે માટે આયોજકોએ ગરબા ગ્રાઉન્ડમાં ઘટસ્થાપન કરી આરતીનો નિત્યક્રમ જાળવી રાખ્યો છે. સોશિયલ ડિસ્ટન્સ સાથે આદ્યશક્તિની સવાર સાંજ આરતી કરવામાં આવે છે. માતાજીની આરતિમા મોટી સંખ્યામા સોસાયટીના રહિશો ઉપસ્થિત રહે છે.