



-સારંગપુરના શાંતિનગરમાં ઔદ્યોગિક એકમોના દુષિત પાણીનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ
-પ્રદુષિત પાણી આવતા 15 વર્ષ પૂર્વે આ વિસ્તારના 15 થી વધુ બોર મામલતદાર કચેરી દ્વારા સીલ મારવામાં આવ્યા હતા
ભરત ચુડાસમા – અંકલેશ્વરના સારંગપુર ગામે બોર અને નળો માંથી રાસાયણિક પાણી નીકળતા સ્થાનિકો રોષ જોવા મળ્યો હતો. ઔદ્યોગિક એકમોનું કેમિકલ પાણીમાં ભળી જતાં સારંગપુર શાંતિનગરમાં મળે છે દુર્ગંધ યુકત પાણી બોર અને નળો માંથી નીકળી રહ્યું છે. સ્થાનિક જાગૃત નાગરિકો સોશ્યલ મીડિયા પર ફોટોને વિડીયો અપલોર્ડ કરતા વાયરલ થયા હતા.અંકલેશ્વર તાલુકાના સારંગપુરના શાંતિનગર-2 માં છેલ્લા એક સપ્તાહથી દુર્ગંધયુકત કેમિકલવાળું પાણી આવતું હોવાની ફરિયાદ સામે આવી રહી છે.
સ્થાનિક રહીશો ના જણાવ્યા અનુસાર નળ તેમજ બોર માંથી કલરવાળું અને દુર્ગંધયુકત પાણી આવી રહ્યું છે. તીવ્ર દુર્ગંધયુકત પાણી અમારા ઘરોમાં આવે છે. વારંવાર આવી રીતે દુષિત પાણી આવી રહ્યું છે. વધુ માં જણાવ્યું હતું। કે અગાઉ પણ અનેક વખત સ્થાનિકોના ઘરે દુર્ગંધવાળું પાણી આવતું હોવાની ફરિયાદો પંચાયત તેમજ જીપીસીબી અને નોટીફાઈડ વિસ્તારમાં કરી હોવા છતાં તેમની સમસ્યાનું નિરાકરણ હજી સુધી કરવામાં આવ્યું નથી. જે વચ્ચે કેટલાક જાગૃત નાગરિકો ને આ દુષિત પાણી ના વિડ્યો અને ફોટો સોયલ મીડિયા સાઈડ પર અપલોર્ડ કરી દીધા હતા જેવું વાયરલ થઇ ગયા હતા.
રોજિંદા જીવન માં ઉપયોગ માં લેવાતા પાણી આવી સ્થિતિ સ્થાનિક રહીશો પીવાનું તેમજ જમવા માટેનું જરૂરી પાણી પણ વેચાતું લાવું પડી રહ્યું છે. અંત્રે ઉલ્લેખનીય છે. કે 15 વર્ષ પૂર્વે આ વિસ્તારના 15 થી વધુ બોર મામલતદાર કચેરીએ પ્રદુષિત પાણી આવતા સીલ માર્યા હતા. જે બાદ પણ અહીં કરવામાં આવતા બોરમાંથી રંગીન પાણી નીકળી રહ્યું છે. જીઆઇડીસી વિસ્તાર ને અડીને આવેલ ગામમાં પંચાયત દ્વારા પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે છે. ત્યારે આ વિસ્તારના નળ અને બોર બંને માંથી દુષિત પાણી આવતા હાલ પીવાના પાણી સહીત જરૂરી વપરાશ ના પાણી વિકટ સમસ્યા સર્જાય છે. આ અંગે પંચાયત તેમજ જીપીસીબી જરૂરી કાર્યવાહી કરી શુદ્ધ પાણી ઉલ્લબ્ધ કરાવે તેવી માગ સ્થાનિકો કરી રહ્યા છે.