



રાહુલ મિસ્ત્રી – જંબુસર ખાતે આવેલ જે. એમ. શાહ સાયન્સ કોલેજ ખાતે ABVP ના છાત્રો દ્વારા ફી માફી કરવા બાબતે આચાર્ય ઓફીસ બહાર સુત્રોચાર કરી વિરોધ કરવામાં આવ્યો. કોરોના કાળમાં શિક્ષણ ફી માફી મુદ્દે રાજ્યભરમાં વિદ્યાર્થી, વાલીઓએ સરકાર સામે અનેકો રજૂઆતો કરવામાં આવી છે. ત્યારે આજરોજ જંબુસરના ABVP ના છાત્રો ઘ્વારા સાયન્સ કોલેજ ખાતે એકત્ર થયા હતા અને સુત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. અગાઉ કોલેજના સંચાલકોને આવેદનપત્ર આપવા છતાંય કોઈ યોગ્ય નિર્ણય ન લેવાતા છાત્રો રોષે ભરાય હતા.