



ભરૂચ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પોલીસ સ્મૃતિ દિવસ નિમિત્તે ભરૂચનાં એસ.પી. રાજેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં ભરૂચ પોલીસ શહીદ જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કરાયું હતું.
રાજયમાં ચાલુ ફરજ દરમ્યાન કોઈપણ કારણોસર અવસાન પામેલા હોય તેવા પોલીસ અધિકારીઓની યાદમાં સ્મૃતિ દિનની ઉજવણી કરવામાં આવે છે. સ્મૃતિ દિન નિમિત્તે ભરૂચ જીલ્લા પોલીસ હેડ કવાર્ટર ખાતે ઓનર ઓફ ગાર્ડથી સલામી આપી, શહીદ પોલીસ જવાનોને યાદ કરવામાં આવ્યા હતા અને તે નિમિત્તે પોલીસ સંભારણા (શહીદ) કોમોરેશન પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચનાં પોલીસ હેડ કવાર્ટર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ફરજ પર અવસાન પામેલ પોલીસ જવાનોને યાદ કરી સ્મૃતિ દિનની એસ.પી. રાજેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો.