



ભરૂચના કોઠીરોડ ખાતે આવેલા અંબાજી મંદિરમાં આજે પણ નિત્યક્રમ આરતીના સમયે સવાર સાંજ શ્વાનો આવી માતાજીની આરતી કરે છે.
ધર્મેશ સોલંકી – આસ્થા અને શ્રદ્ધા અને ધર્મ જ્યાં મરી પરવાર્યા છે ત્યાં આ શ્વાન માણસાઈને પણ શરમાવે છે. માતાજીની આરતી માં જવાની આજની પેઢી હવે શરમ સંકોચ અનુભવે છે, ત્યાં આ શ્વાન કંઈક અલગ જ અંદાજમાં અને પોતાના અવાજમાં આજની પેઢીને ધર્મ માટે સજાગ, જાગૃત અને એકતા સ્થાપવાનો સંદેશો પાઠવે છે. ખરેખર દંડવત પ્રણામ છે અહીંના સ્થાનિકોને…
ભરૂચ ના કોઠીરોડ વાલ્મિકી વાસ ખાતે આવેલ અંબાજીમાતા ના મંદિરે સવાર સાંજ આરતી ના સમયે શ્વાનોનું એક ઝુંડ રોજ આરતી માં હાજરી આપી પોતાના અવાજ માં અંબાજી માતા ની આરતી ગાતા નજરે પડે છે. હા આ એક સત્ય ઘટના છે. આરતી પેહલા માતાજીના ગરબા તેમજ ભજન કિર્તન મ્યુઝિક સિસ્ટમ પર થતા હોય છે. પરંતુ તે સમયે એક પણ શ્વાનો ત્યાં હાજર હોતા નથી. પણ જ્યારેે માતાજી ની આરતી શરૂ થાય, કે ઘંટારવ સંભળાઇ ત્યારે ગમેે પરંતુ બધા શ્વાનો ભાગી ને માતાજી ની આરતી માં હાજરી આપે છે, અને પોતાના અવાજમાં અંબાજી માતાની આરતી ગાતા નજરે પડેે છે. આરતી પુરી થયા બાદ આ શ્વાનો માતાજી નો પ્રસાદ લઈ પછી જ મંદિર પાસે થી દૂર જતા હોય છે.
મંદિર ના પૂજારી બચુ ભાઈ એ જણાવેલ કે અમારા બાપ દાદા ઓ દ્વારા આ મંદિર નું નિર્માણ થયેલ. અહીં દૂર દૂર થી લોકો માતાજી ના દર્શન અને બાધા આંખડી લેવા આવતા હોય છે. શ્વાનોની આરતી માં હાજરી અને તેમના અવાજ માં આરતી ગાવાનું પૂછતા તેમણે જણાવેલ કે, આ શ્વાનો વર્ષો થી અંબાજી માતાની આરતી ના સમયે હાજરી આપી પોતાના અવાજ માં આરતી કરે છે. આ શ્વાનો તેમની પીઢી દર પીઢી થી અહીં આરતી માં હાજરી આપે છે.