Vande Gujarat News
Breaking News
Breaking NewsGovtHealthIndiaNationalScience

હવે જેમની પાસે આધાર કાર્ડ નથી તે વહેલી તકે આધારકાર્ડ ક્ઢાવી લેશો, નહીં તો કોરોનાની રસી નહીં અપાય, પ્રથમ તબક્કામાં તબીબી તેમજ મેડિકલ સ્ટાફને રસી અપાશે

 

ભરત ચુડાસમા – ભારત સરકારે ગુજરાત સહિત તમામ રાજ્યોના ડોક્ટર સહિત પેરામેડિલ, સ્ટાફ અને હેલ્થ વર્કર્સના ડેટા મંગાવ્યા છે. કારણ કે કોરોનાની રસી ફેબ્રુઆરી સુધીમાં આવી જવાની શક્યતા છે. ત્યારે પ્રથમ તબક્કામાં ફ્રન્ટલાઈન પર કામ કરતાં તમામને કોરોનાની રસી આપવાનો નિર્ણય કરાયો છે. આ માટે કેન્દ્ર સરકારે જારી કરેલી 18 પાનાની ગાઈડલાઈન રાજ્ય સરકારને મોકલવી છે. જેમાં આધાર કાર્ડ વિના કોઈને પણ રસી નહીં આપવાનો ઉલ્લેખ કરાયો છે.

ડેટા ફરજિયાતપણે 25 ઓક્ટોબર સુધીમાં કેન્દ્ર સરકારને મોકલવા આદેશ
ગુરુવાર સુધીમાં ગુજરાત સરકારે અમદાવાદ સહિત તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારોમાં કામ કરતાં ડોક્ટર, નર્સ, સુપરવાઈઝર, મેડિકલ ઓફિસર, પેરામેડિકલ સ્ટાફ, વિજ્ઞાની અને રિસર્ચ સ્ટાફ, તબીબી ક્ષેત્રે કામ કરતાં વિદ્યાર્થીઓ તથા હોસ્પિટલોમાં કામ કરતાં સપોર્ટિંગ સ્ટાફનો ડેટા મંગાવ્યો છે. આ ડેટા ફરજિયાતપણે 25 ઓક્ટોબર સુધીમાં કેન્દ્ર સરકારને મોકલવા આદેશ કરાયો છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં ખાનગી તેમજ સરકારી હોસ્પિટલના ડોક્ટર સહિત પેરામેડિકલ સ્ટાફ, હેલ્થ વર્કર મળી કુલ 50 હજાર હેલ્થ સ્ટાફના ડેટા તૈયાર કરાયા છે જેમને પહેલા તબક્કામાં રસી અપાશે.

રસી માટે ડોક્ટર સહિત સ્ટાફે આ વિગતો આપવી પડશે
કેન્દ્ર સરકારે જારી કરેલી ગાઈડલાઈન મુજબ રસી માટે ડોક્ટર સહિત તમામ હેલ્થ સ્ટાફે જરૂરી પુરાવા આપવા પડશે. જેમાં પોતાનું નામ, ફોટો આઈડી, ફોટો આઈડી નંબર, જેન્ડર, જન્મતારીખ, મોબાઈલ નંબર, જે-તે શહેરમાં રહેતા હોય તેનો પોસ્ટ કોડ નંબર તેમજ જે-તે સંસ્થામાં કામ કરતા હોય તેનો એમ્પ્લોય આઈડી નંબર પણ આપવો પડશે. આ તમામ વિગતો જે-તે શહેરની ઓથોરિટી દ્વારા એક્સેલ સીટમાં જ આપવો પડશે.

મોનિટરિંગ માટે ઈલેક્ટ્રોનિક વેક્સિન ઈન્ટેલિજન્સ નેટવર્ક તૈયાર કરાયું
કેન્દ્ર સરકારે કોરોનાની રસી માટે ખાસ કોવિડ-19 બેનિફિશયરી મેનેજમેન્ટ સિસ્ટમ (સીવીબીએમએસ) તૈયાર કર્યું છે. જે અંતર્ગત નેશનલ કોવિડ વેક્સિન સેલ પણ બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ સેલ હેઠળ ઈલેક્ટ્રોનિક વેક્સિન ઈન્ટેલિજન્સ નેટવર્ક (ઈવીઆઈએન) મોડ્યુલ તૈયાર કરવામાં આવી રહ્યું છે. જે દરેકને રસી અપાઈ છે કે નહીં તેનું મોનિટરિંગ કરશે. રાજ્ય પ્રમાણે એક ઓફિસરને નોડલ અધિકારી બનાવાયા છે.

संबंधित पोस्ट

ભરૂચના એક પીઆઇ અને બે કોન્સ્ટેબલને DGP Commendation Disc Award થી રાજ્યના પોલીસ વડાએ કર્યા સન્માનિત કરાયા

Admin

આજ રોજ ITM (SLS) બરોડા યુનિવર્સિટી દ્વારા સેમિનાર યોજવામાં આવેલ…

Vande Gujarat News

इस बार परेड में दिखेगा स्वदेशी हथियारों से लैस ‘आत्म निर्भर’ भारत

Vande Gujarat News

કોરોનાથી બચવા સતત 12 કલાક સુધી PPE કિટ પહેરનારા ડોક્ટરોમાંથી 25%ને ચામડીની એલર્જી

Vande Gujarat News

इस दीपावाली अयोध्या में वर्चुअल दीपोत्सव मनाएगी योगी सरकार

Vande Gujarat News

अमेरिकी ‘कोल्ड वार किट’ में नजर आये सैनिक, एलएसी पर माइनस 30 डिग्री की ठंड में जनरल रावत ने थपथपाई पीठ

Vande Gujarat News