



કોરોનાની તપાસ ફૂંક મારીને પણ થઇ શકશે. સિંગાપોરમાં આવો કોવિડ-19 ટેસ્ટ વિકસાવવામાં આવ્યો છે. સિંગાપોરની નેશનલ યુનિવર્સિટીના જણાવ્યા પ્રમાણે, નવા ટેસ્ટથી દર એક મિનિટમાં શ્વાસની મદદથી કોવિડ-19ની ખબર પડે છે. તપાસ દરમિયાન શ્વાસમાં હાજર ઓર્ગેનિક કમ્પાઉન્ડને ઓળખવામાં આવે છે. જેનાથી ખબર પડે છે દર્દીમાં વાઈરસ છે કે નહિ.
આવી રીતે તપાસ થશે
આની પર રિસર્ચ કરનારી નેશનલ યુનિવર્સિટીએ દાવો કર્યો કે, 180 દર્દીઓની તપાસ નવા ટેસ્ટથી કરવામાં આવી છે. 90 ટકા સચોટ પરિણામ આવ્યું છે. કોવિડ-19ની તપાસ માટે દર્દીને બ્રીધ સેમ્પલમાં ફૂંક મારવાની હોય છે.
સંશોધકોના જણાવ્યા પ્રમાણે, જ્યારે દર્દી મોંની હવા બ્રીથ સેમ્પ્લરમાં નાખે છે તો હવા માસ સ્પેક્ટ્રોમીટરમાં ભેગી થઇ જાય છે. તેમાં હવામાં રહેલા કણોનો એનાલિસિસ કરવામાં આવે છે. તે પણ માત્ર એક મિનિટમાં.
શ્વાસમાં ફેરફાર બીમારીઓનો ઈશારો છે
આ ટેસ્ટની ટેક્નિક બનાવનારા સ્ટાર્ટઅપ બ્રીથોનિક્સના CEO ડૉ. જિયા ઝૂનાને કહ્યું કે, અલગ-અલગ બીમારીઓથી શ્વાસમાં પણ અલગ-અલગ ફેરફાર દેખાય છે. આથી તેમાં હાજર ઓર્ગેનિક કમ્પાઉન્ડના ફેરફારથી કોરોના વિશે જાણી શકાય છે.
સ્ટાર્ટઅપના CEO ડૂ ફેંગે કહ્યું કે, બ્રીથ સેમ્પ્લરમાં લાગેલું માઉથપીસ ડિસ્પોઝેબલ છે. તે એકતરફી કામ કરે છે. એકવાર ફૂમક મારવા પર મોંમાંથી નીકળેલી હવા ફરીથી મોંની અંદર જતી નથી. કારણ કે મશીનમાં વન વે વાલ્વ અને સલાઈવા ટ્રેપ લાગેલું છે.