



- કોરોના બાબતે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે તે માટે કેમ્પેઇન યોજવા સૂચન
- શાળાઓ શરૂ કરવા સંદર્ભે રાજ્યના શિક્ષણ વિભાગે કરેલા આદેશ બાદ ભરૂચ જિલ્લામાં શાળા સંચાલકો, શિક્ષકો અને વાલીઓ સાથે ડીઇઓનો વેબિનાર : સંચાલકોએ સહમતિ દર્શાવતા તંત્રે સૂચવ્યું કે, શાળામાં મેડિકલ ફેસિલિટીની વ્યવસ્થા તો તમારે જ કરવી પડશે
લોકડાઉન બાદ અનલોકની પ્રક્રિયામાં અર્થવ્યવસ્થાની સાથે મોટાભાગની સેવાઓ શરૂ થઈ ગઈ છે. પરંતુ શાળાઓ હાલ પુરતી બંધ છે. દિવાળી વેકેશન પણ જાહેર થઇ ગયું છે. હવે વેકેશન પૂરું થયા પછી શાળાઓ કેવી રીતે શરૂ કરવી તે અંગે સરકારે વાલીઓ, શાળા સંચાલકો,શિક્ષકો અને અધિકારીઓના મંતવ્ય માંગ્યા હતા. જેને ધ્યાનમાં લઈને બુધવારે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા વેબિનારનું આયોજન કરાયું હતું.
જેમાં ભરૂચના 97 શિક્ષકો, વાલીઓ અને સંચાલકો સામેલ થયા હતા. જેમાં દરેકે યોગ્ય ધારાધોરણો સાથે લાભપાંચમથી માધ્યમિક શાળાઓ શરૂ થવી જોઈએ તેવો મત આપ્યો હતો. જોકે હાલ પૂરતા પ્રાથમિક શાળાઓને બાકાતા રાખી છે. દરેક વિસ્તારની સ્થાનિક પરિસ્થિતિને અનુસરીને SOP (સ્ટાન્ડર્ડ ઓપરેશન પ્રોસિઝર) બનાવીને શાળાઓ શરૂ કરવા મત વ્યક્ત કર્યો હતો. જ્યારે શાળાઓ શરૂ કરતા પહેલા વાલીઓ અને વિદ્યાર્થીઓમાં કોરોના અંગે જાગૃતિ આવે તે માટે કેમ્પેઇન કરવાનું અધિકારીઓએ સૂચન કર્યા હતું.
શાળાઓ શરૂ કરવા બાબતે સંચાલકોએ સહમતિ દર્શાવી
વેબિનારમાં ભાગ લેનારા તમામ લોકોએ શાળા શરૂ કરવા અંગે સહમતિ દર્શાવી છે. તમામના મંતવ્યો જાણ્યા તે બાબતે ચર્ચા કરી અને હવે એસઓપી બનાવવા માટે પ્રોસેસ શરૂ કરી છે. લાભપાંચમથી શાળા શરૂ થાય તેમ સર્વ સહમતીએ પ્રાથમિક ધોરણે નક્કી થયું છે. > એન. એમ. મહેતા, જિલ્લા શિક્ષણાધિકારી- ભરૂચશાળાઓ શરૂ થયા તો પણ ઓનલાઇન શિક્ષણ ચાલુ જ રાખવું પડશે…
સાયન્સ જેવા વિભાગના પ્રેક્ટીકલ આધારિત કોર્સના વિદ્યાર્થીઓને પ્રાથમિકતા આપીને શાળાઓ શરૂ કરવી જોઇએ. પરંતુ શાળાઓ શરૂ થયા બાદ પણ ઓનલાઇન શિક્ષણ તો ચાલુ જ રાખવું પડશે. તો જ અભ્યાસક્રમને પૂરો કરવામાં મુશ્કેલી નહીં પડે. ચંચળ મનોવૃત્તિના વિદ્યાર્થીઓ કોઇપણ વસ્તુ ન પકડે તેમ કાબૂમાં રાખવા સૌથી મોટો પડકાર હશે.પ્રેક્ટિકલ નહીં થાય તો પરીક્ષામાં મુશ્કેલી પડશે
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં થિયરીની સાથે પ્રેકટિકલ પણ એટલું જ મહત્વનું હોય છે. જો અત્યારથી જ પ્રેક્ટિકલ નહીં કરીએ તો બોર્ડની પરીક્ષા સમયે મુશ્કેલી વધશે. કમસેકમ પ્રેક્ટિકલ પૂરતું પણ શાળાએ જવાનું શરૂ થવું જોઈએ. ઓનલાઇન પ્રેક્ટિકલ શીખવું એટલું અસરકારક નથી હોતું. સાયન્સ ફિલ્ડના વિદ્યાર્થીઓ માટે પ્રેક્ટિકલની સૌથી વધુ અગત્યતા રહેતી હોય છે. > પ્રતીક્ષા ભાટિયા, વિદ્યાર્થિની ધો. ૧૨ સાયન્સ.ટ્રાન્સપોર્ટેશનના અભાવે બાળકોને મોકલવા શક્ય નથી
બાળકોને 10-15 કિલોમીટર દૂર શાળાએ મોકલવા શક્ય નથી. અમારા પરિવારમાં જ કોરોના પોઝિટિવ આવ્યો, તેમની પરિસ્થિતિ જોઈને હવે બાળકોને એકલા ભીડમાં મોકલવુ અસુરક્ષિત અનુભવાય છે. 2-3 કલાક માટે બાળકોને શાળાએ મોકલવા કરતા ઓનલાઇન સ્ટડી ચાલે એ યોગ્ય છે. ટ્રાન્સપોર્ટેશનમાં મર્યાદિત બાળકો બેસાડશે તો વાલીઓને આર્થિક ભારણ પણ વધશે. અપડાઉન કરતા વિદ્યાર્થીઓને તકલીફ પડશે. તેમને શહેરના વિદ્યાર્થીઓથી પાછળ રહી જવાની પણ બીક રહેશે. > દત્તુ વસાવા, વાલી, વાલિયા.શાળા સંચાલકો તરફથી મળેલા સૂચનો
} શાળાઓ હવે શરૂ થવી જોઈએ
} સ્થાનિક પરિસ્થિતિને અનુસરીને એસઓપી બનાવવી જોઈએ
} બાળકો-વાલીઓએ શું કરવું અને શું ન કરવું તેની કેમ્પેઇન કરવું જોઈએ
} સોશિયલ ડિસ્ટન્સ સાથે હેન્ડ વોસ અને માસ્ક પહેરવા કાળજી રાખવી
} પ્રેક્ટીકલ ફરજિયાત હોય તેવા છાત્રોને શાળાએ બોલાવવાશાળા શરૂ કરવા માટે સૌથી મોટા ચેલેન્જ હશે
{ વાલીઓ અને વિદ્યાર્થીઓની ટ્રાવેલ હિસ્ટ્રી, તેમના પરિવારની ડિટેઇલ શાળાએ રાખવી પડશે. જેથી તેઓ કોઇ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા છે કે કેમ તેની વિગતો જાણી શકાશે
{ શાળાના સ્ટાફની સમયસર મેડિકલ ચેકઅપ કરવું પડશે.
{ દરેક શાળામાં મેડિકલ સ્ટાફ અને મેડિકલ ફેસિલિટીની વ્યવસ્થા શાળા સંચાલકોેએ જાતે જ કરવું પડશે
{ ગામડાઓમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે ટ્રાન્સપોર્ટેશન દરમ્યાન પૂરતી કાળજી લેવાય તે અંગે પણ જાહેરનામું પ્રસિદ્ધ કરવું પડે.
{ સમયસર અભ્યાસક્રમ પૂરો કરવો અને વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે પૂરતો સમય આપવો એ સૌથી મોટી ચેલેન્જ