



ભરૂચ શહેરના બાયપાસ વિસ્તારમાં રહેતી પ્રસૂતાને પ્રસવ પીડા ઉપાડતા 108 મારફતે હોસ્પિટલ ખસેડાતી હતી.તે સમયે પ્રસવ પીડા વધતા એમ્બ્યુલસ એમ્બ્યુલન્સમાં ડીલેવરી કરાવી પડે તેમ હોય પાયલોટે ફાટાતળાવ પાસે ગાડીને સાઈડ ઉપર ઉભી રાખીને ઈએમટી કર્મીએ સફળતા પૂર્વક ડીલીવરી કરાવી હતી.
ભરૂચ શહેરના બાયપાસ વિસ્તારમાં આવેલી હબીબી પાર્કમાં રહેતા ભાવના મહેશભાઈ ડામોરને પ્રસવ પીડા ઉપાડતા 108 એમ્બ્યુલન્સને કોલ કરીને બોલાવી હતી.કોલ મળતા જ ઈએમટી યોગેશ દોશી અને પાયલોટ પરેશભાઈ એબ્યુલન્સ લઈને સ્થળ ઉપર પહોંચી મહિલાને લઈને હોસ્પિટલ જવા નીકળ્યા હતા.તે સમયે મહિલાને પ્રસવપીડા અસહ્ય વધી જતા એમ્બ્યુલન્સમાં જ ડીલેવરી કરવી પડે તેમ હતી.
એમ્બ્યુલન્સના પાયલોટે ફાટાતળાવ વિસ્તાર પાસે ગાડીને સાઈડ ઉપર ઉભી રાખીને ઈએમટી કર્મીએ અમદાવાદ 108 ના ડોક્ટરની સલાહ મુજબ મહિલાનીસફળ ડીલીવરી કરાવી માતા અને બાળકીનો જીવ બચાવ્યો હતો. એમ્બ્યુલન્સમાં સફળ ડીલીવરી થતા પરિવારમાં ખુશીનો મોહોલ જોવા મળ્યો હતો.