



સંજય પાગે – 3 જી નવેમ્બરે ગુજરાતની 8 બેઠકોની યોજાનાર ચૂંટણી માટે વહીવટી સજ્જ થઈ રહ્યુ છે. ત્યારે રાજકીય પક્ષોએ પણ પોતાના ઉમેદવારોના પ્રચારનાં શ્રીગણેશ કરવામાં આવ્યા છે. વડોદરાની કરજણ બેઠકમાટે કુલ 9 ઉમેદવારો મેદાનમાં છે. આજે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા કોંગ્રેસનાં ઉમેદવાર કિરીટસિંહ જાડેજા માટે ચૂંટણી પ્રચારમા કરજણ આવ્યા હતાં.
વડોદરાની કરજણ બેઠકનાં કોંગ્રેસનાં ઉમેદવાર કિરીટસિંહ જાડેજાના પ્રચાર અર્થે ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા કરજણ વિસ્તારમાં પોરના પ્રસિદ્ધ બળિયા દેવ ના દર્શન કર્યા અને પોર ગામથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો હતો. અમિત ચાવડાએ પોર ગામમાં કિરિટસિંહ જાડેજા સાથે ફરીને લોક સંપર્ક કર્યો હતો. ત્યાર બાદ કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી. શિનોર નજીક આવેલ માલસર ગામે વિજય સંકલ્પ સંમેલન અંતર્ગત જાહેર સભાને સંબોધન કર્યું.
પૂર્વ રેલ મંત્રી નારાયણ રાઠવા તેમજ પૂર્વ ધારાસભ્ય ખુમાણસિંહ ચૌહાણ સહિત કોંગ્રેસનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જાહેર સભામાં બીજેપીની નિષ્ફળતાઓને લોકો સમક્ષ વર્ણવી હતી અને કોંગ્રેસના ઉમેદવાર કિરિટસિંહ જાડેજાને જીતાડવા માટે અનુરોધ કર્યો હતો. વિશ્વાસઘાત કરનાર અક્ષય પટેલને સબક શિખવાડવા માટે જણાવ્યું હતું. કરોડો રૂપિયા લઈ અક્ષય પટેલ ભાજપમાં જોડાયા હોવાનો આક્ષેપ કર્યો હતો .સાથે સરકારે ખેડૂતો ના હકના 25 કરોડ રૂપિયા આપી ઉપકાર નથી કર્યો.
સરકાર ચૂંટણી સમયે મતદારોને રૂપિયા આપી ખરીદી નહિ શકે
ધારાસભ્ય વેચાય પણ મતદારો ના વેચાય સુરત માં ઈનકમ ટેક્સ ના દરોડા માં પૂર્વ ઈનકમ ટેક્સ અધિકારી શર્મા ની ભૂમિકા અંગે પણ તીખી પ્રતિક્રિયા આપી હતી જ્યારે કોંગ્રેસ ના કિરીટસિંહ નો વિજય નિશ્ચિત હોવાનું જણાવ્યું હતું જ્યારે કોરોના।ના આંકડા સરકાર પહેલેથીજ છુપાવતી હોવાનું ચાવડા એ જણાવ્યું હતું