Vande Gujarat News
Breaking News
BharuchBreaking NewsNetrang

નેત્રંગ તાલુકાના ગામડાઓમાં સરકારશ્રીની યોજના મુજબ ખેતીવાડી માટે દિવસે લાઇટ આપવા બાબતે ભારતીય કિસાન સંઘની લેખિત રાવ

બ્રિજેશ પટેલ – આજ રોજ ભારતીય કિસાન સંઘ નેત્રંગ દ્વારા દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ નેત્રંગ ખાતે ખેડૂતો ની સમસ્યા ને લઈ આવેદનપત્ર પાઠવ્યું.

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના અંતરિયાળ ગામડાઓમાં રાત્રીના સમયે ખેતીવાડી માટે આપાટી લાઇટને કારણે આદિવાસી ગામડાઓના નાગરિકોને ખુબજ મુશ્કેલી વેઠવી પડતી હોય છે. નેત્રંગ તાલુકાની આજુ-બાજુ જંગલ વિસ્તાર આવેલ હોવાથી રાત્રી સમયે ખેતરમાં જવા માટે ખુબ જ સમસ્યા ઉદભવે છે. નેત્રંગ તાલુકામાં સૌથી વધુ જંગલ વિસ્તાર આવેલ હોવાને કારણે. દીપડા જેવા જંગલી પ્રાણીઓ દ્વારા આ વિસ્તારમાં અનેકવાર દીપડા એ લોકો પર હુમલા કર્યા ની ઘટનાં પ્રકાશમાં આવી છે.

ત્યારે રાજ્ય સરકારે તાજેતરમાં જ ગીર તેમજ સોમનાથ જિલ્લામાં સરકારશ્રીએ ખેડુતોના હિતને ધ્યાનમાં રાખીને જે લાઇટ દિવસ દરમિયાન આપાઇ તેમ નિર્ણય લેવામાં આવ્યો છે, જે બાબતે નેત્રંગ તાલુકા ના અંતરિયાળ ગામડાં ના ખેડૂતો ને પણ દિવસ દરમ્યાન વીજળી મડે એ માટે નેત્રંગ ભારતીય કિશાન સંઘે નેત્રંગ વીજ કચેરીમાં તાલુકામાં ખેતીવાડી માટે દિવસ દરમિયાન લાઇટ અપાઈ તેવી માંગણીની દિશામાં યોગ્ય કામગીરી થાય તેવી આશા અને માંગ સાથે નેત્રંગ ભારતીય કિશાન સંઘના ભરૂચ જિલ્લાના યુવા પ્રમુખ સ્નેહલકુમાર પટેલ તેમજ ધારીખેડા સુગરના ડિરેકટર કિશોરસિંહ
વાસદીયા અને બીજા આગેવાન ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત રાજ્ય ના ઉર્જા મંત્રી તેમજ મુખ્યમંત્રી ને પણ લેખિત રજુવાત કરવામાં આવી.

संबंधित पोस्ट

ભરૂચના સુલતાનપુરા બેઠકના વિવિધ ગામોને વંદે ગુજરાત વિકાસ યાત્રા’થકી લાભાન્વિત કરાયા..

Vande Gujarat News

નવસારીમાં મેઘ તાંડવ..અંબિકા અને પૂર્ણા નદીના પાણી શહેરમાં ઘૂસી જતાં પુર ની પરિસ્થિતિ સર્જાઈ..

Vande Gujarat News

ભરુચમાં જીલ્લા ન્યાયાલય ખાતે તથા તાબાની તાલુકા કોર્ટોમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાયેલ

Vande Gujarat News

દિલ્હી સરકારનો મોટો નિર્ણય : જૂની એક્સાઇઝ પોલિસી 6 મહિના સુધી અમલમાં રહેશે

Vande Gujarat News

અમદાવાદની 4 વર્ષની અર્શિયાને સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી, દીકરીએ કહ્યું પપ્પા, રમવું છે, ત્યાં જ પિતા રડી પડે છે

Vande Gujarat News

वर्ल्ड इकोनॉमी फोरम में मोदी:​​​​​​​दावोस एजेंडा समिट को संबोधित करेंगे PM; दुनियाभर के 400 से ज्यादा टॉप इंडस्ट्री लीडर्स भी शामिल होंगे

Vande Gujarat News