



દિવ્યાંગ મિસ્ત્રી – નેત્રંગ-ઝંખવાવ રોડ ઉપર આવેલ સ્વામી નારાયણ મંદિર પાસે સંધ્યાકાળના સમયે વાંસ ભરેલી ટ્રક નંબર :- GJ 12 W 5752 પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી સ્ટેયરીંગ ઉપરનો કાબુ ગુમાવતા સામેછેડેથી સફેદ કલરની સ્વિફ્ટ ગાડી નંબર- GJ 16 BB 7432 સાથે અથડાઇ હતી.
જેમાં ટ્રક અને સ્વીફ્ટ ગાડીના ચાલકનો આબાદ બચાવ થયો હતો.અકસ્માતમાં ઇજા થનારને 108 એમ્બ્યુલન્સ મારફતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નેત્રંગ ખાતે રીફર કરવામાં આવ્યા હતા. આરોગ્ય કર્મચારી તરીકે ફરજ બજાવતા કમ્બોડીયાના વીનું કાન્તિ વસાવાને માથાના ભાગે ઇજા પોહચી હતી. ટ્રક-સ્વીફટ ગાડી સામસામે અથડાતા બંને ફુરચેફુરચા ઉડી ગયા હતા.બનાવની જાણ વાયુવેગે પ્રસરતા ઘટનાસ્થળ ઉપર લોકટોળાં ઉમટી પડતા ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો.