Vande Gujarat News
Breaking News
Breaking NewsEducationalIndiaNationalScience

ધો.૧૦માં ૯૩% લાવનાર વિદ્યાર્થિનીને NEET માં ઝીરો : પરિણામો પર પ્રશ્નો!!

નીટ રીઝલ્ટમાં ગોટાળા સામે વિદ્યાર્થીઓની હાઈકોર્ટમાં અરજી; મેડિકલ પ્રવેશ પ્રક્રિયા પર રોક લગાવવાની માંગ

નિખિલ શાહ – મુંબઈ આજની શૈક્ષણિક પધ્ધતિઓ ડીજીટલતો બની છે પણ તેમાં ભૂલ ખામીઓનું વર્ચસ્વ વધી રહ્યું હોય તેમ ઉણપો નજરે આવી રહી છે. તાજેતરમાં જારી થયેલા નીટના પરિણામોમાં મોટાગોટાળા સામે આવ્યાછે. નીટએ દાટ વાળ્યો હોય, તેમ પરિણામોની ગુણવતા અને વિશ્ર્વસનીયતા પર મોટા પ્રશ્નો ઉભા થયા છે. ટોપર કહી શકાય એવા વિદ્યાર્થીઓને માર્કસ ધાર્યા કરતા ઘણા ઓછા મળતા ઉમેદવારો સાથે ચેડા થયા છે. ટેકનીકલ ખામી છે. ગોટાળા થયા છે. જેણે હજારો વિદ્યાર્થીઓને હતાશામાં ધકેલી દીધા છે. અમરાવતીની એક વિદ્યાર્થીની કે જેણે ધોરણ ૧૦માં ૯૩% અને ધોરણ ૧૨માં ૮૧.૯% ટકા મેળવી ટોચનું સ્થાન મેળવ્યું હતુ તે વસુંધરા ભોજાણી નામની વિદ્યાર્થીને નીટની પરીક્ષામાં કુલ ૭૨૦માંથી નજીરોથ માર્કસ મળ્યા છે. આ પ્રકારે પરિણામે ખરેખર આશ્ર્ચર્ય પમાડે છે. અને આવડી મોટી ભૂલ કેવી રીતે બને ? શું કોઈ કાળજી લેનારૂ કે યોગ્ય તપાસનારૂ છે નહી? તેવો પ્રશ્નો જરૂર ઉભા થાય છે. નીટની ગરબડ અંગે વિદ્યાર્થીની વસુંધરાએ રોષ વ્યકત કરી બોમ્બે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. અને મદદ માટેની ગુહાર લગાવી છે.

આ પ્રકારે માત્ર વસુધરા ભોજાણી સાથે જ નથી થયું પરંતુ અન્ય ઘણા ઉમેદવારોના પરિણામ સાથે પણ ચેડા થયા છે. અન્ય એક ઉમેદવાર મૃદુલ રાવતે કહ્યું કે, તેને ૭૨૦માંથી ૩૨૯ માર્કસ મળ્યા છે. પણ જયારે તેણે રિકોર્ડેડ રિસ્પોન્સીબલ શીટના આધારે ચકાસ્યું તો તેના માર્કસ ૬૫૦ થાય છે. એસટી કેટેગરીનાં આ ઉમેદવાર મૃદુલને નીટે ફેઈલકર્યો છે. આ પ્રકારની ભૂલે ટોપર ગણાતાં વિદ્યાર્થીઓને સાવ રેસમાંથી જ બહાર કરી દીધા છે.
વસુંધરા ભોજાણીએ કહ્યું કે, આન્સર કી અનુસારા તેના માર્કસ ૬૦૦ કરતા પણ વધુ થાય છે. પરંતુ પરિણામમાં તેને જીરો આવ્યો છે જે કોઈ ટેકનીકલ ખામીનાં કારણે હોઈ શકે છે આથી આ પરિણામોની ફરી ચકાસણી થવી જોઈએ જેથી અમને ન્યાય મળી શકે અને આ માટે હાઈકોર્ટમાં અરજી કરી છે.
કોર્ટે આ પ્રશ્નોનેઈ નેશનલ ટેસ્ટીંગજ એજન્સીના એડવોકેટ અશ્ર્વીન દેશ પાંડેને કહ્યું છેકે, આ પ્રકારે પરિણામોમાં ભૂલ અયોગ્ય ઓનલાઈન મૂલ્યાંકન પ્રણાલીઓમાં કોઈ ખામી છે. જેના લીધે ઓએમઆર શીટ પણ અપલોડ નથી થઈ રહી ઉલ્લેખનીય છેકે, ચિકિત્સા સ્નાતક અમેબીબીએસ, બીડીએસ જેવા મેડિકલ કોર્સમાં પ્રવેશ માટે નીટ લેવામાં આવે છે. જેનું પુરૂ નામ નેશનલ ઓલિજીબીલીટી ક્રમ એન્ટ્રાંસ ટેસ્ટ છે. જેના પરિણામો ગત ૧૬મી ઓકટોમ્બરે જાહેર કરવામાં આવ્યા હતા.

संबंधित पोस्ट

પીઆઇ ફાઉન્ડેશન તથા GVK EMRI દ્વારા સંચાલિત MHU મોબાઈલ મેડિકલ યુનિટ સેવા જંબુસરમાં સ્થાનિકો માટે આશીર્વાદ સ્વરુપ

Vande Gujarat News

રણમાં અગરિયાઓને મીઠું પકવવામાં શ્રમ અને સમય ઘટે માટે 3 મિત્રોએ મળી ઇનોવેશન મશીન બનાવ્યું

Vande Gujarat News

राम मंदिर निर्माण में आएगा 1100 करोड़ का खर्च, ऑनलाइन मिला 100 करोड़ का चंदा

Vande Gujarat News

ભરૂચ-અંકલેશ્વરમાં ભારે મેઘમહેર, બંન્ને નગરોમાં માર્ગો તરબતર બન્યા. ભરૂચ જિલ્લામાં 42% વરસાદ નોધાયો

Vande Gujarat News

COVID 19: Fashion icon Donatella Versace donates 200,000 Euros to Italy hospital fighting coronavirus

Admin

કેવડિયા નજીક જમીન ખરીદનારા ભરૂચના બિલ્ડરો સાથે છેતરપિંડી, જમીન માલિકોએ બિલ્ડરો સાથે બાનાખત કરી બારોબાર અન્ય સાથે દસ્તાવેજ કરી લીધા

Vande Gujarat News