



ભરૂચ શહેર ટ્રાફીક સ્કોર્ડ દ્વારા ચાલી રહેલા ટ્રાફિક ડ્રાઈવની કામગીરી કરાઈ રહી છે.પોલીસે અત્યાર હેલ્મેટ,સીટ બેલ્ટ નહીં પહેનારા લોકો પાસેથી અલગ અલગ સ્થળે ચેકીંગ કરીને રૂપિયા 2.56 લાખના દંડની વસુલાત કરી છે.જેમાં બે હજારથી વધુ વાહનોનું ચેકીંગ કર્યું હતું જયારે 26 જેટલા વાહનોને ડિટેન કરવામાં આવ્યા છે.ભરૂચ જીલ્લામાં પ્રજાજનોની સલામતીને ધ્યાન રાખી એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જિલ્લામાં ગેર કાયદેસર બનતા બનાવો અટકાવવા જિલ્લાના દરેક પોલીસ અધિકારીને સૂચનાઓ આપી હતી.
પોલીસ વિભાગ દ્વારા એસપી તરફથી મળેલી સૂચનાઓ અને માર્ગદર્શન હેઠળ 16 ઓક્ટોબરથી ટ્રાફિક ડ્રાઈવની અંતર્ગત વાહન ચેકીંગની કામગીરી ચાલુ કરાઈ છે. ટ્રાફિક ડ્રાઈવ અંતર્ગત એએસપી વિકાસ સુંડાની રાહબરી હેઠળ શહેર ટ્રાફીક સ્કોર્ડ દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં વાહન ચેકિંગ અને દંડનીય કાર્યવાહી કરાઈ રહી છે. શહેર ટ્રાફીક સ્કોર્ડના પીએસઆઈ એસ.બી.વરેએ વાતચીતમાં જણાવ્યું હતું કે,શહેરના શ્રવણ ચોકડી, નર્મદા ચોકડી, એબીસી સર્કલ,ઝાડેશ્વર ચોકડી સહીત શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસના જવાનો સાથે હાજર રહીને ચુસ્તપણે સૂચનાઓનું પાલન કરીને કડક વાહન ચેકીંગની કામગીરી કરાઈ રહી છે.જેમાં અમારી ટીમે અત્યાર સુધી હેલ્મેટ વગર,સીટ બેલ્ટ નહીં પહેનારા અને કાળા ગ્લાસ વાળી ગાડીઓ પાસેથી અત્યાર સુધી રૂપિયા 2.56 લાખના કુલ દંડની વસુલાત કરી છે.જયારે અંદાજિત 2 હજાર જેટલા વાહનોનું ચેકીંગ હાથ ધરીને કુલ 26 વાહનોને ડિટેન કર્યા છે.