



ભરૂચના દહેજ બાયપાસ રોડ પર મુન્શી સ્કૂલ નજીક પાર્ક કરાયેલી હાઇવા ટ્રકોમાંથી ડિઝલ ચોરી કરનાર ટોળકીનો કારો નજીકમાં લગાવયેલાં સીસીટીવી ફૂટેજમાં કેદ થયો હતો. પોલીસે ફૂટેજના આધારે આરોપીઓને શોધવાની કવાયત હાથ ધરી છે.ભરૂચ દહેજ બાયપાસ રોડ પર આવેલી મુન્શી સ્કૂલ નજીકના ભારત પેટ્રોલ પંપ પાસે કેટલાંક લોકો દ્વારા તેમના હાઇવા પાર્ક કરવામાં આવે છે. જોકે છેલ્લાં કેટલાંક દિવસથી તેમના હાઇવામાંથી ડિઝલ ચોરીની ફરિયાદો ઉઠી હતી. દરમિયાનમાં વિસ્તારમાં પાર્ક કરેલી ત્રણ હાઇવામાંથી ડિઝલ ચોરી કરવાનો કારસો નજીકમાં લગાવવામાં આવેલાં સીસીટીવી કેમેરાના ફૂટેજમાં કંડેરાઇ ગયો હતો. જેમાં એક ટ્રકમાં ટોળકી ત્યાં આવી હોવાનું અને તે બાદ હાઇવા ટ્રકોમાંથી ડિઝલ ચોરી કરી મોટા કારબાઓમાં ડિઝલ ભરી લઇ જતાં નજરે ચઢ્યાં હતાં. બનાવ સંદર્ભે પોલીસ મથકે જાણ કરવામાં આવતાં પોલીસે ફૂટેજના આધારે આરોપીઓના સગડ મેળવી તેમને ઝડપવાની કવાયત હાથ ધરી છે.