



માગણી ન સંતોષય તો 31 મી થી કાળી પટ્ટી ધારણ કરી કર્મચારીઓ વિરોધ નોંધાવશે
અંકલેશ્વરના ડીજીવીસીએલ ના પડતર પ્રશ્નો ની માંગણી સાથે કર્મચારીઓ વિરોધ નોંધાવ્યો હતો. કચેરી ખાતે કર્મચારીઓ પ્રતીક ધરણા યોજાયા હતા માગણી નહિ સંતોષય તો 31 મી થી કાળી પટ્ટી ધારણ કરી કર્મચારીઓ વિરોધ નોંધાવાની જાહેરાત કરવામાં આવી હતી. યુનિયન અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા ડિજીવીસીએલ કંપનીની સુરત કાપોદ્રા સ્થિત વડી કચેરી “ઉર્જા સદન “ ખાતે એક દિવસના સવારે 10 થી સાંજે 5 કલાક સુધી પ્રતીક ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
કર્મચારીઓના પ્રશ્નો નું નિરાકરણ ન આવવાથી કે મેનેજમેન્ટ અને સંસ્થાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા અમારી રજૂઆતો ન સાંભળવી કે રજૂઆત ની તક ન આપી અતિ. રૂબરૂ મુલાકાત ન આપવી કે દોઢ દોઢ વર્ષ અગાઉ તત્કાલીન ઉર્જા અગ્રસચિવ સાથે ગાંધીનગર ખાતે 20.05.2019 ના રોજ થઈ ગયેલ મિટિંગમાં લેવાયેલ નિર્ણયો સાથે પાલન કરવાની સૂચના આપી હતી. મિટિંગની લેખિત મિનિટ્સ તા.31.05.2019 ના રોજ ડીજવીસીએલને આપેલ હોવા છતાં ડિજીએમ (આઈ.આર) હીનાબેન ચૌધરી કે જે અમારા વિરોધી ઈંટુક યુનિયન ના સક્રીય સભ્ય છે.તેઓ અને મેનેજમેન્ટ ના ઉચ્ચ અધિકારીઓ મળી અનફેર લેબર પ્રેક્ટિસ કરી મિનિટ્સ નું પાલન આજદિન સુધી કરતા નથી તેની સામે આંદોલન શરૂ કરેલ છે.ડિજીવીસીએલ મેનેજમેન્ટ દ્વારા મિટિંગ ની મિનિટ્સ અને લેવાયેલ નિર્ણયનું મનસ્વી અર્થઘટન કરવું અને અમારા યુનિયન દ્વારા કર્મચારીઓના સામુહિક હિતના અને હોદ્દેદારો, સભ્યોના સાચા અને ન્યાયિક રજુ કરાયેલ પ્રશ્નો ટલ્લે ચઢાવવા આવ્યા છે. અને તેનું નિરાકરણ ન કરવામાં આવ્યું છે.