



સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આગામી 31મી ઓક્ટોબર 2020 ના રોજ PM મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થવાની છે.PM મોદીના આગમનની તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચુક્યો છે.મોદીની સુરક્ષાને લઈ અગાઉ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારને “NO DRAWN ZONE” તરીકે જાહેર કરતું એક જાહેરનામું નર્મદા જિલ્લા વહિવટીતંત્રએ બહાર પાડ્યું હતું,
હવે મોદીની સુરક્ષાને લઈને બીજો એક મહત્વનો નિર્ણય લેવાયો છે.નર્મદા જિલ્લામાં જાહેર સુલેહ શાંતિ જળવાઇ રહે તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાના હેતુસર જાહેર શાંતિ અને સલામતી માટે નર્મદા જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એચ.કે.વ્યાસે 6 ઓક્ટોબર 2020 થી 31 મી ઓક્ટોબર 2020 સુધી નર્મદા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં હથિયારબંધીનો અમલ જાહેર કરી સુરૂચિ કે નીતિનો ભંગ થાય તેવા કોઇ પણ કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.આ સમયગાળા દરમિયાન નર્મદા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કોઇપણ ક્ષયકારી પદાર્થ અથવા સ્ફોટક પદાર્થ સાથે લઇ જવા નહી, પથ્થરો અથવા હાનિકારક પ્રવાહી રસાયણ છાંટવા અથવા ફેંકવા નહિ.