



- કોરોનાનું સંક્રમણ ઓછું હોય તે વિસ્તારની શાળા પસંદ કરવા અભિપ્રાય
- વિદ્યાર્થી ઘરેથી નીકળી પાછા ફરે ત્યાં સુધીની માહિતી SOPમાં જરૂરી
રાજ્ય સરકારના નિર્દેશ બાદ હવે શાળાઓ શરૂ કરવા માટેના અભિપ્રાય મંગાવતા શાળા સંચાલકો બાળકોને શાળાઓમાં બોલાવવા માટે સહમત થયા છે. ભરૂચ જિલ્લામાં શિક્ષણ અધિકારીના વેબિનાર બાદ વાલીઓ અને શાળા સંચાલકોએ દિવાળી બાદ શાળાઓ શરૂ કરવા માટે સહમતિ દર્શાવી હતી. શાળા સંચાલકોએ તેમનો મત રજૂ કરતાં જણાવ્યું હતું કે, જે વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ ઓછું હોય તેવા વિસ્તારોમાં ડેમો શાળાઓ શરૂ કરવી જોઈએ. ત્યારબાદ આયોજન કરીને અન્ય શાળાઓ શરૂ કરવી જોઈએ. જેથી વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સુરક્ષિત રહી શકે. અધુરા કે ક્ષતિ વાળા પ્લાનિંગને કારણે વિદ્યાર્થીઓ સંક્રમિત ન થાય તેની કાળજી પણ શાળાઓએ રાખવી અનિવાર્ય રહેશે. સૌથી પહેલાં રૂરલ વિસ્તારની શાળાઓની પસંદગી કરવી જોઈએ તેવો મત વ્યક્ત કર્યો હતો.
દિવાળી બાદ શાળા શરૂ કરવા અંગે સંચાલકોના મત
- ધોરણ 9 થી 12 ના વર્ગો તબક્કાવાર શરુ કરવા જોઈએ.
- સરકારે તૈયાર કરેલા SOPનો શાળાએ વિસ્તૃત અભ્યાસ કરી સ્ટાફ, વિદ્યાર્થીઓ અને વાલીઓને સમજ આપવી.
- વિદ્યાર્થીઓનો શાળામાં પ્રથમ દિવસે માત્ર તકેદારીના પગલાંની તાલીમ આપો.
- SOPમાં વાલીઓએ લેવાની તકેદારી અંગે ઉલ્લેખ હોય તે ઈચ્છનીય છે, જો ન હોય તો શાળાએ તે અંગે ઘટતુ કરવુ.
- કેટલી સંખ્યામાં વિદ્યાર્થીઓને બોલાવવા તે અંગે શાળાઓ નિર્ણય લેવો.
- વિદ્યાર્થીઓની સંખ્યા તથા વર્ગખંડની સગવડના આધારે ફ્લેકસીબીલીટી હિતાવહ છે.
ધો.10-12ના વર્ગો શરૂ કરવા માટે સૌ સહમત
વેબિનારનો રાજ્ય કક્ષાએ રિપોર્ટ કરી દીધો છે. દિવાળી પછી આગામી 18 નવેમ્બરથી પ્રોપર પ્રોટોકોલ સાથે, જેમાં વિદ્યાર્થીઓ સંક્રમિત ન થાય તેવી રીતે ધોરણ 10 અને 12ના વર્ગો શરૂ કરવામાં આવે.. જોકે, આખરી નિર્ણય સરકારે લેવાનો છે.