



નર્મદા જિલ્લાની જીવાદોરી સમાન નર્મદા ધારીખેડા સુગર ફેક્ટરીનું સંચાલન કરતા ચેરમેન ઘનશ્યામ પટેલ આજે સુગરને ખોટ માંથી ધકબકતી કરી દીધી અને દર વર્ષે નવા લક્ષ સાથે ટેકનોલોજીનો ઉપયોગ કરી એક સિદ્ધિ સુગર ફેક્ટરી ને અપાવી છે. અને ખેડૂતોને પણ ખૂબ લાભ અપાવ્યો છે. ત્યારે તેમની કામગીરી અને વહીવટ દર વર્ષે સારો બનતો જાય છે તેમ તેમ રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના એવોર્ડ પણ મળતા જાય છે.આ વર્ષે વધુ એક રાષ્ટ્રીય એવોર્ડ નર્મદા સુગરને મળ્યો જે કાર્યક્રમ દિલ્હી ખાતે 20 ઓક્ટોબરના રોજ યોજવામાં આવ્યો હતો.
જેમાં આ એવોર્ડ લેવા સુગરની ટીમ ગઈ હતી. સંસ્થાનો આ 18માં એવોર્ડ છે.નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે મિનિસ્ટ્રી ઓફ સાયન્સ અને ટેકનોલોજી ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત ધી સુગર ટેકનોલોજિસ્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા નર્મદા સુગર ને ગુજરાત માં ફર્સ્ટ મોડર્ન ડીસ્ટીલરી પ્લાન્ટ સ્થાપવા માટે ઇન્ડસટ્રીઅલ એક્સલન્સ એવોર્ડ થી સન્માનીત કરવામાં આવી છે. નર્મદા સુગર ની સફળતા માં વધુ એક ઉપલબ્ધી નો ઉમેરો થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશ ની સુગર મિલો ને ઇથેનોલ બનાવાની જે ઝુમબેશ ઉપાડવામાં આવી છે એમા નર્મદા સુગર દ્વારા જે યોગદાન આપવામાં આવ્યું એ યોગદાનને ભારત સરકાર દ્વારા બિરદાવ આવ્યું એ બદલ નર્મદા સુગર પરિવાર ધી સુગર ટેકનોલોજિસ્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયા અને ભારત સરકાર નો ખુબ ખુબ આભાર માને છે.