



કુશાગ્ર ભટ્ટ – જંબુસર તાલુકાનાં કાવી ગામમાં BSNL નું નેટવર્ક છેલ્લા સાત દિવસ થી બંધ હાલત માં છે જેના કારણે ગ્રાહકો ના તેમજ બેંકો અને ઓફિસોમાં કામ થતા નથી. અગાઉ પણ ઘણી વાર નેટવર્ક કામ કરવાનું બંધ કરી દેતા ગ્રાહકો ને હલાકી પડી રહી છે. ત્યારે લાગતા વળગતા અધિકારીઓને ફોન કરી ને પુછવામાં આવે તો “લાઇન પર ખોદકામ કરે છે તો કેબલ કપાઈ જાય છે” તેમ અસંતોષકારક જવાબ આપવામાં આવતો હોય છે. કાવી ગામ મા લગભગ છેલ્લા સાત દિવસ થઇ ગયા મોબાઈલ નું નેટવર્ક નથી. લેન્ડ-લાઈન, બ્રોડબેન્ડ બંધ છે જેના કારણે ગ્રાહકોને અનેક મુશ્કેલીઓ પડી રહી છે.