



ભરત ચુડાસમા – સ્વાભાવિક છે કે આપણી આસપાસ સામાજિક-સેવાભાવી સંસ્થાઓ અને વ્યક્તિઓ તો અનેક હોય છે, પરંતુ કેટલીક વ્યક્તિઓ તેની કામગીરી, તેમની માનવતાવાદી વિચારધારા તથા તેઓની શુભભાવનાને લીધે પોતાની પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં વિશેષ શાખ ઊભી કરે છે. દહેજના જોલવા ગામના આગેવાન અને જિલ્લાના હજારો યુવાનોને રોજગારી અપાવનાર નિ:સ્વાર્થ વ્યક્તિત્વ એટલે સુલેમાન પટેલ.
વિશ્વમાં અવતરેલ તમામ વ્યક્તિને જરૂર હોય છે “રોટી, કપડાં ઔર મકાન”. આ ત્રણેય જરુરીયાત પૂરી કરવા માટે મુખ્ય આધાર એ “રોજગારી” છે. આવા જ એક સરળ અને સ્વભાવે શાંત વ્યક્તિત્વ ની વાત અમે લઈને આવ્યા છે વંદે ગુજરાત ન્યુઝ માં.
સ્થાનિકોના, પક્ષના, વિપક્ષના અને અમુક નિકટના મારા અંગત એવા ઘણા લોકોના મુખેથી સુલેમાન પટેલ ના વખાણ સાંભળ્યા હતા કે સુલેમાન પટેલ કોઈપણ ધર્મના વ્યક્તિની નિસ્વાર્થ ભાવે આર્થિક કે સામાજિક રીતે મદદ કરે છે.
દહેજનો ઔધોગિક વિકાસ ખૂબ જ ઝડપી થયો છે, અને આ ઉદ્યોગોમાં સ્થાનિકોને રોજગારી આપવી એવા સરકારી નીતિનિયમો ઘડાયેલા હોય છે. પરંતુ જ્યારે આ ઉદ્યોગો આ નીતિ નિયમોને નેવે મુકી દેતા હોય છે, ત્યારે સુલેમાન પટેલ જેવા વ્યક્તિત્વ આગળ આવીને આ નીતિ-નિયમો બાબતે ઉદ્યોગોનું ધ્યાન દોરે છે અને સ્થાનિકોને રોજગારી પણ અપાવે છે.
અચાનક આવેલા લોક ડાઉન ના કારણે હજારો નોકરિયાત યુવાનો અને સ્થાનિકોને ઘરે બેસવાનો વારો આવ્યો હતો ત્યારે આવા કપરા સમયમાં એકમાત્ર સુલેમાન પટેલ તેઓની વહારે આવ્યા હતા અને સતત 37 દિવસ સુધી સવાર અને સાંજ લગભગ 2500 થી વધુ માણસો નો પોતાની દેખરેખ હેઠળ જમવાનું બનાવડાવી તેઓના ઘર સુધી પહોંચાડવાનું કામ સુલેમાન પટેલ અને તેમની ટીમે નિસ્વાર્થ ભાવે આ ભગીરથ કાર્ય કર્યું હતું.
જિલ્લાના હજારો યુવાનોને કોઈ પણ ભેદભાવ, ધર્મ, જ્ઞાતિ અને જાતિ પૂછ્યા વગર કે લાયકાત વગર પણ કોન્ટ્રાક્ટ ની નોકરી અપાવી છે. તેમજ કેટલાય લોકોને કંપનીમાં તેમની લાયકાત મુજબ કાયમી નોકરી પણ અપાવવામાં સુલેમાન પટેલ એ ઉમદા કામગીરી કરી છે.
સૌથી મોટી સમસ્યા આ છેલ્લા ૬ મહિના દરમિયાન સર્જાઇ હોય તો જ્યારે કોરોના ના દર્દી ને ઓક્સિજનની જરૂર પડે અને ઓક્સિજન ન મળે ત્યારે કોઈ સ્વજનને ગુમાવવાનો વારો આવે છે પરંતુ સુલેમાન પટેલે વલણ, ઇખર, શેરપુરા, પાલેજ તેમજ કેટલાય ગામોમાં ઓક્સિજનની બોટલ તેની કિટ પણ દર્દીઓ તેમજ દર્દીઓના પરિવારોને ઉપલબ્ધ કરાવી અને કેટલીય જિંદગી બચાવી છે.
સૌથી હૃદયને સ્પર્શી જાય તેવી વાત સુલેમાન પટેલ એક મુસ્લિમ હોવા છતાં પણ પોતાના ગામ જોલવા અને આજુબાજુના ગામના લોકો માટે વિના મૂલ્યે આખા વાગરા તાલુકામાં સૌથી મોટા નવરાત્રિ ના ગરબાનું આયોજન સ્વ ખર્ચે કરે છે અને નવ દિવસ સુધી માતાજીની આરાધના અને આરતી પણ કરે છે.
તેમના પત્ની છેલ્લાં દશ વર્ષથી જોલવા ગામનાં સરપંચ તરીકે અને સુલેમાન પટેલ પાંચ વર્ષથી ઉપસરપંચ તરીકે સેવા આપી પોતાના ગામ પ્રત્યે પોતાની ફરજ અને કર્તવ્યનું પાલન કરે છે.