



સંજય પાગે – ગુજરાતની આઠ બેઠકોની યોજાનાર પેટાચૂંટણીમાં બીજેપી ઉમેદવારો નાં પ્રચારાર્થે કેન્દ્રિયમંત્રી સ્મૃતિ ઈરાની ગુજરાતના પ્રવાસે છે ત્યારે લીંબડી અને ગઢડાના બીજેપીના ઉમેદવારો નાં પ્રચાર બાદ વડોદરાની કરજણ બેઠકની પેટા ચૂંટણીમાં બીજેપીના ઉમેદવાર અક્ષય પટેલનાં પ્રચાર માટે કરજણ ખાતે આવ્યા અને મિયાગામ ખાતે જાહેર સભા સંબોધી. ચૂંટણી પંચ ની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ ના નિયમો ના પાલન સાથે ની વ્યવસ્થા જાહેરસભામાં ગોઠવવામાં આવી હતી.
વિઓ: કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કારજણનાં મિયાગામ ખાતે જાહેરસભા ને સંબોધી હતી. તેમની સાથે રાજ્ય ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા,સાંસદ રંજનબેન ભટ્ટ, કૃષિમંત્રી જયદ્રથસિંહ પરમારસાંસદ દેવુસિંહ,અમિત ઠાકુર,શબ્દશરણ બ્રહ્મભટ્ટ સહિતનાં મહાનુભાવો મંચ પર ઉપસ્થિત રહ્યા હતાં. રાજ્યનાં ગૃહહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તેમના ઉદબોધનમાં રાજ્ય સરકારે લીધેલા નિર્ણયો વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે વિધાનસભા માં નવા કાયદા એટલા માટે બનાવ્યા કે ગુંડાગીરી નાથવા ગૂંડા ધારાનો નવો કાયદો લાવ્યા.ગાંધારા સુગર ના ખેડૂતોનાં 25 કરોડ આપવાના બાકી હતા તે ખેડૂતો ના હિત માટે ગુજરાત સરકારની તિજોરીમાંથી આપવામાં આવ્યા.
8 વિધાનસભાની આઠેય બેઠકો પર કમળનો વિજય નિશ્ચિત હોવાનું જણાવ્યું.સ્મૃતિ ઈરાનીએ બીજેપી સરકારે કેન્દ્રમાં લાગુ કરેલી ગરીબો માટે ઉપયોગી યોજનાઓ વિશે જણાવ્યું હતું. ઉપરાંત કોંગ્રેસ ઓર પ્રહાર કરતા જણાવ્યું હતું કે તેમણે દેશ ની તિજોરી લૂંટી દેશને વિકાસથી વંચિત રાખી હતી. કોંગ્રેસ ના નેતાએ પોતેજ સ્વીકાર્યું હતુંકે કેન્દ્રમાંથી એક રૂપિયો નીકળે છે અને ગરીબોને માત્ર 10 પૈસા મળે છે. એટલેકે કે 90 ટકા અમેજ ખાઈ જઈએ છે. દેશ જાગૃત થઇ ગયો છે એટલે કોંગ્રેસ વિખેરાઈ રહી છે. જાહેર સભામાં ઉપસ્થિતિ મેદનીને બીજેપીના ઉમેદવાર અક્ષય પટેલને વિસ્તારનાં વિકાસ માટે મત આપી વિજયી બનાવવા અનુરોધ કર્યો.