



અંકલેશ્વર ONGC અને CISF દ્વારા બચાવ કામગીરીની મોકડ્રિલનું આયોજન કરાયુ
અંકલેશ્વરના પિલુદ્રા ગામ ખાતે ONGC ના CTF પ્લાન્ટમાં ઝેરી ગેસ લીકેજ થતા દોડધામ મચી જવા પામી હતી. ONGC ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને CISF દ્વારા ગેસ ગળતર વચ્ચે બચાવ અને રાહત કામગીરીનું મોકડ્રિલ યોજવામાં આવ્યું હતું.
ભારત ની સૌ પ્રથમ ઓઇલ ફિલ્ડ એવા અંકલેશ્વર ઓએનજીસી ક્રૂડ ઓઇલ અને ગેસ ની લાઇન પર બનતી દુર્ધટનાઓ માં ઝડપી કેવી રીતે કાબુ મેળવી શકાય તે ઉદ્દેશ્ય સાથે એક મોક ડ્રિલ યોજવામાં આવી હતી. પિલુદ્રા ગામ ખાતે આવેલ ઓએનજીસી સીટીએફ પ્લાન્ટ ખાતે ગુરુવાર ના રોજ સને 5 05 કલાકે અચાનક ઝેરી ગેસનો રિસાવ થયો હતો ગેસ વછૂટ્યો હોવાની જાણ ઓએનજીસી ફાયર ટીમ કરવામાં આવતા ફાયર કાફલો સી.આઈ.એસ.એફ ની ટીમ તેમજ ઓએનજીસી અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને સી.આઈ.એસ.એફ જવાનો વિસ્તાર કોર્ડન કરી કિલ્લે બંધિ કરી હતી તો ફાયર ટીમ ઘટના સ્થળે પોહોચી ગેસ રિસાવ 55 મિનિટની જહેમતે બંધ કર્યો હતો. જો ગેસ ની અસર થતા કેટલાક કર્મચારી ઓ ત્વરિત અસર થી આરોગ્ય વિભાગ સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા હતા. આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાનું મોકડ્રિલ સફળ થયા બાદ તેના નિષ્કર્ષ માટે બેઠક પણ યોજવામાં આવી હતી જ્યાં સીઆઈએસએફ ના કમાન્ડર અજય કુમાર તિવારી, એન.ડી.આર.એફ ના કમાન્ડર જી.એસ.પાઠક સહીત ઓએનજીસી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.