



- અહીં સૌ પ્રથમ રાજવંશ અને ત્યારબાદ કિન્નર સમાજ માતાજી આરાધના કરતા હતા
- દંતકથા મુજબ અહીં માતાજી ગરબા રમતા રમાતા આખી ઘેર વાવમાં સમાય ગઈ હતી
પૌરાણિક અને આધ્યાત્મિક નગર અંકલેશ્વરમાં સુરતી ભાગોળ ખાતે વાવના એક ગોખમાં બહુચરજી માતા બિરાજમાન છે. બહુચરાજીના ઓવારા તરીકે પ્રસિદ્ધ આ વાવમાં માતાજીનું પૌરાણિક મંદિર આવેલું છે. અહીં સૌ પ્રથમ રાજવીઓએ અને ત્યારબાદ કિન્નર સમાજે માતાજીની આરાધના કરી હતી. હવે સ્થાનિક રહીશો માતાજીની સેવા પૂજા કરી રહ્યા છે.
અંકલેશ્વરના સુરતી ભાગોળ સ્થિત વણઝારી વાવ જે બહુચરાજીના ઓવારા તરીકે ઓળખાય છે. એક સમયે રજવાડાઓએ અંકલેશ્વરના ભુગર્ભ જળ રિચાર્ડ કરવા 11 વાવ, 21 કુવા અને 4 તળાવનું નિર્માણ કર્યું હતું. જે પૈકી થોડીક વાવ હાલમાં હયાત છે. બાકીની વાવ નામશેષ થઈ ગઈ છે. સુરતી ભાગોળે આવેલી વાવમાં 11 પગથિયાં ચઢી ઉપર આવ્યા બાદ 56 પગથિયાં નીચે ઉતારતા જ માં બહુચરાજી એક ગોખમાં બિરાજમાન જોવા મળે છે. જ્યાં માતાજીનું મંદિર આવેલું છે. આજે વાવમાં કુદરતી ઝરણ ઓછું અને વરસાદી પાણી અંદર વધુ જોવા મળે છે. જેમાં આજે પણ કાચબા માછલી સહીતના જળચર જીવ જોવા મળે છે.
માં બહુચરાજીના મંદિર પાછળ અનેક દંતકથાઓ રહેલી છે. જે પૈકી એક દંતકથા મુજબ અહીં કિન્નર સમાજ પહેલાં રહેતો હતો. જે માતાજીની પૂજા કરતો હતો. તેમજ ગરબા પણ ગવાતા હતા. જેઓ હાલ અહીં આવતા નથી. પણ અહીં રહેતા કિન્નર સમાજના એક કિન્નરને માતાજી સ્વપ્નમાં આવી અહીં સોનાની મુરત દબાયેલી હોવાનું જણાવ્યું હતું. જેના આધારે અહીં કિન્નરે જ ખોદકામ કરાવ્યું હતું. પરંતુ અન્ય સાથે મળી ખોદકામ કરતા અંદરથી સોનાના બદલે પથ્થરની મૂર્તિ મળી આવી હતી. જે આજે પણ ખંડિત હાલતમાં માતાજીના મંદિરની બાજુમાં જોવા મળે છે.