Vande Gujarat News
Breaking News
Breaking NewsCrimeVadodara

સ્ટેટ મોનિટરીંગ સેલે વડોદરા શહેર બાદ હવે ભીમપુરા શેરખી સ્થિત આવેલા એક ફાર્મ હાઉસમાંથી લાખોનો દારૂનો જથ્થો ઝડપી પાડતા પોલીસ બેડામાં દોડધામ

રાજ્ય સરકાર અને પોલીસ વડાએ દારૂના વેપારને ડામવા માટે કેટલાય પ્રયાસ કરી લે પરંતુ બુટલેગરો દારૂનો વેપલો ધમધાવી રહ્યાં છે.આ દારૂનો વેપલો સ્થાનિક પોલીસની રહેમનજર ચાલતો હોય તેવુ ફલીત થઇ રહ્યું છે. તેવામાં સ્ટેટ મોનિટરીંગ સેલે વડોદરા શહેર બાદ હવે તાલુકામાંથી લાખોનો દારૂનો જથ્થો ઝડપી પાડતા પોલીસ બેડામાં દોડધામ મચી છે.

બનાવ અંગેની પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર , વડોદરા તાલુકાની હદમાં ભીમપુરા શેરખી સ્થિત આવેલા એક ફાર્મ હાઉસમાં મોટા પાયે દારૂનો જથ્થો લાવી ફોર વ્હિલર કારમાં કટીંગ કરાતુ હોવાનું બાતમી સ્ટેટ મોનિટરીંગ સેલને મળી હતી.જેના પરિણામે સ્ટેટ મોનિટરીંગની ટીમે ફાર્મ હાઉસ પર દરોડો પાડ્યો હતો.જ્યાં અંદાજીત એક ટ્રક ભરીને દારૂનો જથ્થો મળી આવ્યો હતો.તેમજ ફાર્મ હાઉસમાં એક કારમાં ભરેલો દારૂ પણ મળી આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

જોકે બુટલેગરો દ્વારા આ દારૂનો જથ્થો મોટા પ્રમાણમાં લાવ્યાં બાદ તેને ફોર વ્હિલર કારમાં જુદી જુદી જગ્યાએ પહોંચાડવામાં આવતો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જેથી આ મામલે સ્ટેટ મોનિટરીંગની ટીમે લાખોનો દારૂનો જથ્થો કબજે કરી એક શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યાવહી હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે , ગત તા. 4 ઓકટોબરના રોજ સ્ટેટ મોનિટરીંગ સેલે બાતમીના આધારે અકોટા વિસ્તારમાં દરોડો પાડ્યો હતો.

જ્યાં ઘર અને કારમાં દારૂનું વેચાણ કરતા બે શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. જોકે આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ગોત્રી પોલીસ ઘોર નિંદ્રામાં હોવાનું સામે આવ્યું હતું.આ બનાવની રાજ્યના ડીજીપી આશિષ ભાટીયાએ ગંભીર નોંધ લેતા ગોત્રી પોલીસ સ્ટેશનના પી.આઇ એ.બી ગોહિલ અને પી.એસ.આઇ એચ.સી ગોહિલને તાત્કાલીક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં હતા.ત્યારબાદ હવે સ્ટેટ મોનિટરીંગની ટીમ દ્વારા તાલુકામાં દરોડો પાડી લાખોનો દારૂ જથ્થો ઝડપી પાડતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામી છે.

संबंधित पोस्ट

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભરૂચ તાલુકા કોંગ્રેસ વિખેરાઈ, વિવિધ યુવા સંગઠનો અને રાજકીય પાર્ટીના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો એ કેસરિયો ધારણ કર્યો

Vande Gujarat News

આજ રોજ WORLD REMEMBRANCE DAY નિમિત્તે ભરૂચ 108 Team દ્વારા અકસ્માત મા મૃત્યુ પામેલા માણસો ને શ્રદ્ધાંજલિ આપવામા આવી

Vande Gujarat News

લાભપાંચમ નિમિત્તે જંબુસરના ટંકારી ગામે ઊભું ભજન કરાયુ : કોરોના મહામારીને દૂર કરવા અને અહેમદ પટેલના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી.

Vande Gujarat News

સુરત- બેફામ સ્પીડમાં ચલાવતા વાહન ચાલકોની ખેર નહી! સુરત પોલીસ એક કિમી દૂર સ્પીડ ગનથી પકડી પાડશે, થશે દંડ

Admin

ભરૂચ શહેરમાં સવારે 9 થી રાતે 9 સુધી લકઝરી બસોને નો – એન્ટ્રી ,વાહનો થશે ડિટેઇન

Vande Gujarat News

भारत-उज्बेकिस्तान के बीच नौ समझौतों पर हस्ताक्षर, आतंकवाद पर पीएम मोदी ने कही ये बात

Vande Gujarat News