



ભરત ચુડાસમા – કોરોના મહામારીએ કેટલાયે લોકોને તક પણ આપી છે અને કેટલાયે લોકોને તબાહી પણ આપી છે. ભરૂચ જિલ્લામાં આવેલ અંકલેશ્વર નગરપાલિકાને કોરોના મહામારીમાં તક(ટક) મળી છે “કટ” મારવાની. કોરોના મહામારી ના સમયમાં જો સૌથી વધુ કોઈ ને ફાયદો થયો હોય તો એ છે માસ્ક અને સેનેટાઇઝર ના વેપારીઓ અને તેના ઉદ્યોગોને. કોરોના ની જાહેરાત થતાની સાથે જ સેનેટાઈઝર ની પણ જાહેરાત શરૂ થઈ ગઈ હતી. કોરોના ની રસી આઠ મહિના વીતી ગયા છતાં પણ હજુ શોધી નથી શક્યા, હવે માસ્ક જ રસી છે, અને સતત હાથ સેનેટાઇઝરથી ધોતા રહો અને કોરોનાથી દૂર રહો. જનતાના આરોગ્યની વાતો કરીને લાખો રૂપિયાના સેનેટાઈઝર કૌભાંડ બાબતે વિપક્ષના આગેવાને આક્ષેપ કરતા વિજીલન્સ તપાસની માંગ કરી છે.
અંકલેશ્વર પાલિકાના નગરસેવક અને વિપક્ષના આગેવાન શરીફ કાનુગાએ જાત તપાસ કરી નગરપાલિકા દ્વારા કોરોના મહામારી દરમ્યાન એપ્રિલ મહિનામાં Nephroxa સેનિટાઇઝર 50 મીલી 32.25 રૂપિયામાં ખરીધ્યું હતું, એ જ સેનિટાઈઝરના ભાવ તે જ કંપનીમાંથી આજ રોજ મંગાવતા ભાવ પત્રક માં રૂ.13નો ભાવ કંપની દ્વારા આપવામાં આવતા મોટા કૌભાંડની શંકા ઉપજી છે. એવું પણ બની શકે છે જ્યારે કોરોના તેના ભયાનક સ્વરૂપ માં હતો, ત્યારે સેનેટાઈઝર ની ખરીદી કરવામાં આવી હોય. જેના કારણે ભાવ વધુ હોય, અને હાલ હવે ધીરે ધીરે સ્થિતિ સામાન્ય થઇ રહી છે જેથી કોરોનાનો ભય હવે રહ્યો. બની શકે કોરોના ના ડરની સાથેેેેેેે સાથે તેનો ભાવ પણ ઓછો થયો હોય.
વાત અહીંથી જ નથી અટકતી, પાલિકા એ જે પાર્ટીને કિટ બનાવવાનો ઓર્ડર આપ્યો હતો એ કંપનીએ 18% GST ચુકવવા ને બદલે 12% GST નું બિલ આપ્યુ છે. એનો મતલબ એ થયો કે કંપની બોગસ છે, અથવા બિલ બોગસ છે, તેમજ બિલ બનાવનારે ટેક્ષ બચાવવા માટે આ GST કૌભાંડ કર્યું ? સેનિટાઈઝર મા સમગ્ર દેશ મા 18% GST છે ?. કદાચ હોઇ શકે ખરીદી જ્યારે થઈ તે સમયે GST રેટ અલગ હોઇ શકે ? કિટ મા Nephroxa ની દરેક બોટલ પર બ્લેક સ્કેચ પેન થી એક વસ્તુ શું સામાન્ય છે???. બિલ ના ચુકવણા ની મંજુરી કોના દ્વારા આપવામા આવેલ છે તે ઇસમ ની સહિ પણ મંજુરી પેપર પર કરવામાં આવેલ છે.
ઉપરાંત 14000 કિટ ONGC માં મોકલવામાં આવી હતી. તે કિટનું ચૂકવણું નગરપાલિકાએ કર્યું છે એ વિચાર માંગી લે તેવી આશ્ચર્યની બાબત છે. ONGC જાતે જ વર્ક ઓર્ડર આપી પરચેઝ કરી શકે એટલી સક્ષમ હોવા છતાં શા માટે નગરપાલિકા થકી આ કિટની ખરીદી કરવી પડી???
સેનીટાઇઝર ઉપરાંત હેન્ડ ગ્લોવ્સ 20 રૂ.નો એક પીસ અને સામાન્ય થ્રી પ્લાય ફેસ માસ્ક 15.28 રૂપિયાનો એક પીસ તરીકે ખરીદી કરવામાં આવી છે. જેમાં કુલ 20000 નંગ ખરીદી કરવામાં આવી છે. અને આની ઉપર પ્રકાશ પાડવા વિજિલન્સ તપાસ ખુબ જ જરૂરી છે.
આખા મામલે વિપક્ષી આગેવાન શરીફ કાનુગાએ જણાવ્યું હતું કે, અંકલેશ્વર નગરપાલિકામાં રૂપિયા ૩૬ લાખની ONGC ની ગ્રાન્ટ માંથી ભ્રષ્ટચારની ગંધ આવી રહી છે. આ માટે જવાબદાર તમામ પદાધિકારીઓ અને અધિકારીઓ સામે વિજિલન્સ તપાસ થવી જોઈએ અને કડકમાં કડક પગલાં લઇ તમામ જવાબદારો પાસેથી બિલના તફાવતને નાણાંની વસુલાત થવી જોઈએ.