



– ઉત્તર પ્રદેશમાં દોઢ વર્ષની બાળકી પર રેપ-હત્યાના દોષિતને ફાંસીની સજા
– મધ્ય પ્રદેશમાં પંડાલમાં રમી રહેલી માત્ર ત્રણ વર્ષની બાળકીનું રિક્ષા ચાલક અપહરણ કરી રેપ ગુજારી પરત મુકી ફરાર
કોંગ્રેસ શાસિત પંજાબમાં બિહારના દલિત મજૂર પરિવારની માત્ર છ વર્ષની બાળકી પર રેપ ગુજારવામાં આવ્યો હતો, જે બાદ પીડિત બાળકીની હત્યા કરીને મૃતદેહને સળગાવી દેવામાં આવ્યો હતો. પોલીસને પીડિત બાળકીનો અડધો સળગેલો મૃતદેહ પંજાબના હોશિયારપુરમાં જલાલપુર ગામમાંથી એક મકાનમાંથી મળી આવ્યો હતો, પોલીસે આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે.
બાળકીના માતા પિતા પ્રવાસી મજૂર છે અને જે ગામમાં આ ઘટના ઘટી ત્યાં જ રહે છે. આ ઘટના બાદ પંજાબના મુખ્ય પ્રધાન અમરિંદરસિંહે કહ્યું હતું કે આ અતી જ દુ:ખદ ઘટના છે અને આઘાત પહોંચાડે તેવી છે.
મે ડીજીપી સાથે વાત કરી છે અને આરોપીઓની ધરપકડ થઇ ગઇ હોવાથી હવે ઝડપથી આ મામલાનો નિકાલ આવે તેવા પ્રયાસો હાથ ધરાઇ રહ્યા છે. કોર્ટમાં વહેલી તકે ટ્રાયલ પૂર્ણ કરી લેવાય તે દિશામાં પણ પ્રયાસો થઇ રહ્યા છે અને આરોપીઓને કડક સજા કરવામાં આવશે. આ કેસમાં બે આરોપીઓ ગુરપ્રિત અને સુરજીત બન્નેની ધરપકડ કરી લેવાઇ છે.
આરોપીઓની સામે રેપ ઉપરાંત હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોક્સો અંતર્ગત આ કેસ ચાલશે જેમાં ફાંસીની સજાની પણ જોગવાઇ છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં પણ રેપ અને હત્યાની એક ઘટના મામલે કોર્ટે અપરાધીને ફાંસીની સજા ફટકારી છે.
ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં 2014માં માત્ર દોઢ જ વર્ષની બાળકી પર રેપ બાદ હત્યા કરી દેવામાં આવી હતી. આ કેસના આરોપી જિતેન્દ્રની ધરપકડ કરી પોક્સો અંતર્ગત કેસ ચલાવાયો હતો. જેમાં પોક્સો કોર્ટના જજ વિજય પાલે આરોપીને દોષિત જાહેર કરીને ફાંસીની સજા ફટકારી હતી.
દરમિયાન મધ્ય પ્રદેશમાં પણ માત્ર ત્રણ જ વર્ષની બાળકી પર રેપ ગુજારવામાં આવ્યો હતો. આ ઘટના અહીના ગ્વાલીયરમાં સામે આવી છે. દુર્ગા પૂજા પંડાલમાં રમી રહેલી બાળકીને એક રિક્ષા ચાલકે ઉઠાવી લીધી હતી અને રિક્ષામાં જ રેપ કરીને પરત પંડાલમાં મુકી ગયો હતો.
ઉત્તર પ્રદેશના જાલૌનમાં માત્ર 13 વર્ષની બાળકી પર રેપ ગુજારાયો હતો, જોકે બાળકીએ આલાર્મ વગાડતા પાડોશીઓ આવી ગયા હતા અને અપરાધીને પકડીને પોલીસને સોપી દીધો હતો. રાજસૃથાનના જોધપુરમાં સાત વર્ષની બાળકી પર રેપ ગુજારનારા બે શખ્સો જેઠારામ મેઘવાલ અને હીરારામ મેઘવાલની ધરપકડ કરી લેવાઇ છે.
હાથરસની ઘટના બાદ ઉ. પ્રદેશમાં પિકનિક ટુર પર આવેલા રાહુલ પંજાબમાં બિહારની દલિત બેટી પર રેપ-હત્યા મુદ્દે મૌન : ભાજપ
પંજાબમાં એક પરપ્રાંતિય મજૂરની માત્ર છ વર્ષની બાળકી પર રેપ ગુજારાયો અને બાદમાં હત્યા કરી મૃતદેહ સળગાવી દેવાયો. આ ઘટના મુદ્દે રાજકારણ ગરમાયું છે. ભાજપે હવે સવાલ કર્યો છે કે કોંગ્રેસ શાસિત પંજાબની આ ઘટના મુદ્દે રાહુલ, પ્રિયંકા અને અન્ય પક્ષોના નેતાઓ કેમ ચૂપ છે? ભાજપના સીનિયર નેતા અને નાણા પ્રધાન નિર્મલા સિતારામને કહ્યું હતું કે બિહારના દલિત મજૂર પરિવારની બાળકી પર રેપ ગુજારવામાં આવ્યો, રાહુલ ગાંધીએ એક પણ ટ્વિટ ન કરી, કોઇ જ રેલી ન યોજાઇ કોઇ જ ઉહાપોહ નહીં, હાથરસમાં પ્રિયંકા અને રાહુલ બન્નેની મુલાકાત માત્ર પિકનિક ટુર જ હતો, તેઓ રાજકીય ટુરિઝમ જ કરી રહ્યા છે. બિહારમાં ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે એવામાં આ ઘટના એક બિહારના પરિવાર સાથે બની છે અને પંજાબમાં સરકાર કોંગ્રેસની હોવાથી ભાજપે આ સવાલ ઉઠાવ્યો છે.
ઉત્તરપ્રદેશમાં છેડતીનો વિરોધ કરનાર યુવતીને ધાબા પરથી ફેંકી દેવાઈ
ઉત્તર પ્રદેશમાં બળાત્કાર અને છેડતીની ઘટનાઓ બંધ થવાનું નામ લેતી જ નથી. મઉ શહેરમાં ત્રણ બદમાશે પંદર વર્ષની એક સગીરાને બળજબરીથી ધાબે લઇ ગયા હતા અને જ્યારે સગીરાએ તેમનો વિરોધ કર્યો તો બદમાશોએ તેને ધાબા પરથી નીચે ફેંકી દીધી હતી.પોલીસે કહ્યું હતું કે પીડિતા અને આરોપીઓ એક જ સમાજના હતા. શુક્રવારે સાંજે જ્યારે સગીરા પોતાના ઘરે પરત ફરી રહી હતી ત્યારે આ ઘટના બની હતી.
આરોપીઓની ઓળખ શકીલ, જુનેદ તરીકે થઈ છે. સગીરાએ પોલીસને કહ્યું હતું કે ત્રણે ભેગા થઇને મને મારી પણ હતી. ગંભીર રીતે ગાયલ થયેલી સગીરાને આઝમગઢની હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી, એમ મઉના પોલીસ અિધકારીએ કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે સગીરાના પરિવારની ફરીયાદના આધારે કેસ દાખલ કર્યો હતો અને ત્રણે બદમાશોની ધરપકડ કરી લેવામાં આવી હતી.