Vande Gujarat News
Breaking News
Breaking NewsGovtIndiaNationalTechnology

ડિજિટલ પેમેન્ટ ન કરનારા સરકારી કર્મચારીઓ એલટીસીના લાભ ગુમાવે તેવી શક્યતા, લીવ ટ્રાવેલ કન્સેશન્સનો ઉપયોગ કરવાની માર્ગદર્શિકા જાહેર

– લીવ ટ્રાવેલ કન્સેશન્સનો ઉપયોગ કરવાની માર્ગદર્શિકા જાહેર

– 31મી માર્ચ 2021 સુધીમાં દરેક સરકારી કર્મચારીઓ એલ.ટી.સીના ક્લેઈમ સેટલ ન કરે તો નાણાં ગુમાવવા પડશે

અર્થતંત્રને વેગ આપવા માટે કેન્દ્ર સરકારે જાહેર કરેલા રૂા. 73000 કરોડના પૅકેજનો લાભ લેવા માગતા સરકારી કર્મચારીઓએ કરેલી ખરીદીના નાણાંની ચૂકવણી ડિજિટલ સિસ્ટમથી નહિ કરેલી હોય તો તેમને તેમના ક્લેઈમ સેટલ ન થવાની સંભાવના છે. ચેકથી કરેલા પેમેન્ટને પણ સરકાર દ્વારા સ્વીકારવામાં ન આવે તેના નિર્દેશો સરકારે જાહેર કરેલી એલટીસીના ખર્ચ અંગેની માર્ગદર્શિકા પરથી મળી રહ્યા છે.

એલટીસી મેળવવા માટે કરવાના થતાં ખર્ચ પેટે રકમ એડવાન્સમાં જોઈતી હોય તો તેની પણ એલટીસીની અરજીના માધ્યમથી જાણ કરવાની રહેશે.  જીએસટી સાથેના બિલ અને જીએસટી નંબર ધરાવતા બિલ જ સરકારી કર્મચારીઓએ રજૂ કરવાના રહેશે. આ સાથે જ ગાઈડલાઈનના મુદ્દા નંબર 11માં જણાવવામાં આવ્યું છે કે સરકારી કર્મચારીઓએ તેમના ક્લેઈમ 31મી માર્ચ પહેલા જ મૂકીને સેટલ કરી દેવાના રહેશે.

આ બાબતમાં વિલંબ કરવાને પરિણામે છેલ્લી ઘડીએ દોડધામ થઈ જાય અને એલટીસી ગુમાવવાની નોબત ન આવે તેની તકેદારી રાખવાની સૂચના પણ માર્ગદર્શિકામાં આપવામાં આવે છે. આ યોજના હેઠળ એલટીસીના નાણાંનો લાભ મેળવવા માટે કર્મચારીઓએ તેમના પોતાના નામના જ બિલ મેળવવાના રહેશે. બાર ટકાથી વધુ જીએસટી ધરાવતી વસ્તુઓ જ ખરીદવાની રહેશે.

માર્ગદર્શિકાના મુદ્દા નંબર 15માં જણાવવામાં આવ્યું છે કે ટ્રાન્ઝેક્શન સંખ્યાબંધ ચીજવસ્તુઓની ખરીદી કરી હોવાના ન હોવા જોઈએ. તેમ કરવાથી તેનું મેળવણું કરવામાં મુશ્કેલી પડે અને વિલંબ થાય તો તકલીફ થવાની સંભાવના રહેલી છે.

હા, એક કરતાં વધુ બિલ રજૂ કરવામાં આવશે તો તે માન્ય રાખવામાં આવશે. ચાલુ નાણાંકીય વર્ષના અંત સુધીની તારીખના બિલ રજૂ કરી શકાશે. પેમેન્ટ ડિજિટલ માધ્યમથી જ થયેલું હોવું જોઈએ. ઇ-કોમર્સના પ્લેટફોર્મ પરથી જ ચીજવસ્તુઓની ખરીદી કરવામાં આવે તો તે પણ માન્ય રાખવામાં આવશે. હા, તેની સાથે જરૂરી બિલ-ઇન્વોઈસ અને વિગતો રજૂ કરવી ફરજિયાત કરવામાં આવી છે.

એલટીસી ક્લેઈમ કરવા માટે રજા લેવી ફરજિયાત નથી

કેન્દ્ર સરકારે જાહેર કરેલા લીવ ટ્રાવેલ કન્સેશન્સના પૅકેજનો લાભ લેવા માટે સરકારી કર્મચારીઓએ રજા લેવી ફરજિયાત નથી. તેમ જ પ્રવાસ કરવો પણ ફરજિયાત નથી. પ્રવાસ થઈ ન શકે તેમ હોવાથી તેના વિકલ્પ રૂપે આ યોજના જાહેર કરવામાં આવી છે. વણવપરાયેલા રહેલા એલટીસી માટે આ યોજના જાહેર કરવામાં આવી છે. બાકી રજા સામે રોકડા નાણં લેવાના વિકલ્પનો આશરો લીધા વિના જ કર્મચારી આ યોજનાનો લાભ લઈ શકશે. એલટીસીના ભાડાંના નક્કી કરવામાં આવેલા દરના રેશિયો-ગુણોત્તર પ્રમાણે ખર્ચ કરેલો હોવો જરૂરી છે. આ યોજના હેઠળ ખર્ચ કરવા માટે એડવાન્સમાં લેવામાં આવેલા નાણાં સંપૂર્ણપણે ઉપયોગમાં નહિ લેવામાં આવે તો તેને અન્ડરયુટિલાઈઝેશન ગણવામાં આવશે. કર્મચારીઓએ આ ખર્ચ પેટે એડવાન્સમાં નાણાં લીધા હોય તેનાથી ઓછા નાણાંનો ખર્ચ કર્યો હશે તો બાકી રહેલા નાણાં સરકાર તેમની પાસેથી વસૂલી લેશે.

દસ ટકા ચૂકવીને બારોબાર બિલ લઈ લેવાનો ધંધો વધ્યો

કેન્દ્ર સરકારે જાહેર કરેલા એલટીસી-લીવ ટ્રાવેલ કન્સેશન્સના પૂરા નાણાંનો વપરાશ કરીને સરકાર પાસે સંપૂર્ણ રકમ મેળવી શકાય તે માટે કર્મચારીઓ દ્વારા 10 ટકા રકમ બારોબાર ચૂકવીને 12 ટકાથી વધુ જીએસટી ધરાવતી વસ્તુઓના બિલની બારોબાર ખરીદી કરવામાં આવી રહી હોવાના નિર્દેશો મળી રહ્યા છે.

આ બદીને ડામવા માટે સરકાર બિલ રજૂ કરનાર કર્મચારીઓના ઘરે જઈને સરપ્રાઈઝ ચૅક કરીને તે વસ્તુ ખરેખર તેની પાસે છે કે નહિ તેનું ચૅકિંગ કરી શકે છે. તેણે ખરીદેલી વસ્તુની માલિકી ખરેખર કોની છે તેની ચકાસણી કરવી જરૂરી છે. તેમણે લીધેલી વસ્તુ ત્રણથી પાંચ વર્ષ સુધી વેચવા દેવાની પણ સરકાર તરફથી છૂટ ન આપવામાં આવે તો તેને પરિણામે માત્ર 10 ટકા રકમ ચૂકવીને બિલ ખરીદનારાઓ પર બ્રેક લાગી જવાની સંભાવના છે.

संबंधित पोस्ट

પ્રધાનમંત્રી મોદીએ પ્રાકૃતિક ખેતી સંમેલનને સંબોધન કર્યું

Vande Gujarat News

ગુજરાતના 42 હજાર જ્વેલર્સ-વેપારીઓને નોટિસ, નોટબંધી સમયની લેણદેણને લઈને છેક હવે જાગ્યો IT વિભાગ

Vande Gujarat News

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા સંસ્કૃતિ સમાજ સેવા ટ્રસ્ટના સહયોગથી સેલ્ફ એમ્પલોઈડ ટેલર તાલીમનો શુભારંભ કરાયો

Vande Gujarat News

चीन ने गुपचुप तरीके से नॉर्थ कोरिया के तानाशाह को भेजी कोरोना वैक्सीन, किम जोंग उन ने खुद और परिवार को लगवाई

Vande Gujarat News

અમદાવાદ નજીક ચોસર ગામમાં કોઈ છોકરી આપતું નથી: પ્રદૂષણથી લોકો ત્રાહિમામ બન્યા, તંત્ર બેદરકાર

Vande Gujarat News

અંકલેશ્વર નગરપાલિકામાં સેનેટાઈઝર કૌભાંડ ફરી એકવાર ગાજ્યું…

Vande Gujarat News