



અંકલેશ્વર યાત્રાધામ સિધ્ધેશ્વરી માતાજી પરંપરાગત મેળાની પરંપરાતા તૂટી જવા પામી છે. છતાં કોરોના સામે ભક્તિ ની જીત હોય તેમ ભક્તો દર્શનાર્થે ઉમટી પડી જગત કોરોના થી મુક્તિ પામે તેવી મંગલ કામના કરી હતી. અતિ પૌરાણિક સિધ્ધેશ્વરી માતાજી મંદિર અહીં ના 52 ગામ અનેક જ્ઞાતિની કુળદેવી મનાય છે. ટેકરા પર બિરાજમાન માં સિધ્ધેશ્વરીના ગોખ માંથી એક સમયે ખરખર વહેતી નર્મદા નદી જોવા મળતી હતી. પ્રાચીન કાળમાં ઋષિ મુની કપિલ અને યક્ષના પુત્રઓ દ્વારા તપ કરી માતાને રીઝવ્યા હતા. ર થી અહીં માતાજી સ્વયંભૂ પ્રગટ થઇ બિરાજમાન છે. આદિ અનાદિ કાળ થી અહીં નવરાત્ર માં ગરબા અને આથમના મેળાનું આયોજન થતું હતું જે ની પરંપરા કોરોના મહામારીને લઈ તૂટી જવા પામી છે.
ગડખોલ ગામ ખાતે પૌરાણિક યાત્રાધામ સિધ્ધેશ્વરી માતાના મંદિરે પરંપરાગત ભાટીગળ મેળાનું વિશિષ્ટ મહત્વ ધરાવે છે. જો ચાલુ વર્ષે કોરોના મહામારી ને લઇ પ્રથમ વખત આ મેળાનું આયોજન કરવામાં આવ્યું નથી. છતાં કોરોના સામે માં ની આસ્થા અને ભક્તો ની ભક્તિ ની જીત થઇ હોઈ તેમ સવાર થી ભક્તો હજરો ની સંખ્યા માં દર્શાનર્થે ઉમટી પડ્યા હતા. માં સિધ્ધેશ્વરી મંદિરના મહિમા અનેરો છે. પ્રાચીન સમય ઋષિમુની કપિલ અને યક્ષના પુત્રઓ દ્વારા તપ કરી માતાને રીઝવ્યા હતા. અને લોક કલ્યાણ અર્થે દેવીમાંને અહી બિરાજમાન થવા જણાવતા તેવો તેમની ભક્તિ થી પ્રસન્ન સિધ્ધેશ્વરી માતા અહી બિરાજમાન થયા હતા.
ગડખોલ ગામ ઉચા ટેકરા પર ચારે તરફ ઉચી દીવાલોની કોટની વચ્ચે સિધ્ધેશ્વરી માતાજીનું મંદિર આવેલું છે. નવરાત્રમાં રાત્રે દેદીપ્યમાન દીપના પ્રકાશમાં રોશની કરવામાં આવે છે. આવે છે માતાજી અહીં 52 ગામના વિવિધ જ્ઞાતિના કુળદેવી તરીકે બિરાજમાન છે. મંદિર પ્રાગણ માં કેદારનાથ મહાદેવ પણ બિરજમના છે. અહીં વર્તમાન મંદિર 700 વર્ષ જૂનું હોવાનું જાણવા મળ્યું છે. જયારે મંદિર એના થી પણ પ્રાચીન હતું અને મંદિર એક ગોખ માં મંદિર નીચે વહેતી નર્મદા નદી ખળખળ નીર જોવા મળતા હતા. કોરોના મહામારી વચ્ચે પ્રથમ વખત અહીં આઠમનો મેળો યોજાયો નથી.