



સરિતા ગાયકવાડને ડાંગ સહિત આસપાસના વિસ્તારમાં લોકો ‘ડાંગ એક્સપ્રેસ’ના નામથી ઓળખે છે.
ગુજરાતનું નામ દેશ -દુનિયામાં રોશન કરનાર ગોલ્ડમેડલિસ્ટ દોડવીર સરિતા ગાયકવાડની રાજ્ય સરકાર દ્વારા DySP તરીકે નિમણૂક કરવામાં આવી છે. ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ટ્વિટ કરીને આ માહિતી આપી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ સરિતા ગાયવાડને ટ્વિટ કરીને અભિનંદન પાઠવ્યા હતા.
સીએમ રૂપાણીએ ટ્વિટ કરીને લખ્યું, 18મી એશિયન ગેમ્સમાં મહિલાઓની 4 x 400 મી.રીલે દોડમાં ગોલ્ડ મેડલ મેળવીને ગુજરાતનું નામ આંતરરાષ્ટ્રીય કક્ષાએ રોશન કરનાર સુ.શ્રી.સરિતા ગાયકવાડને નવરાત્રીના દુર્ગાષ્ટમીના પાવન દિવસે નાયબ પોલીસ અધિક્ષક તરીકે ગુજરાત સરકાર દ્વારા નિમણુંક અપાઈ, નવી જવાબદારી માટે સરિતાને હાર્દિક શુભકામનાઓ.