



રાષ્ટ્રીય એકતાનું પ્રતીક અને વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દેશના બીજા રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી દેશની એકમાત્ર એકતા નગરી એવા કેવડિયા કોલોની ખાતે થઇ રહી છે ત્યારે જેમાં દેશના વડાપ્રધાન નરેદ્ર મોદી હાજર રહેવાના હોવાથી અને 31મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસ ના રોજ રાષ્ટ્રીય એકતા પરેડનું નિરીક્ષણ કરવાના હોવાથી જેની હાલ સુરક્ષા દળો દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
આ પરેડમાં એનડીઆરએફ ના જવાનો પણ જોડાવાના છે. વધુમાં પીએમ મોદીનું સી-પ્લેન જ્યાં લેન્ડ થશે તે જગ્યાએ સિક્યોરિટી અને સુરક્ષા માટે પણ એનડીઆરએફને તહેનાત રાખવામાં આવવાની હોવાથી ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.